જસદણના પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાર્દિક પટેલે મહત્વનું નિવેદન સામે આવ્યું છે. હાર્દિકે કહ્યું કે આજ નો ઘર નો ડાયરો છે, ઘરના લોકો છે તો એક વાત કરવી છે. તેને કહ્યું હતું કે મનમાં પાકો હોય કે પાટીદાર
સમાજ એક છે તો તેમાં તથ્ય નથી ભેગા થવું,ગાઉન્ડમાં આવીને સાથે બેસવું એ સંગઠિત થયા તેવું નથી, પાટીદાર સમાજ માત્ર એક મેદાનમાં સંગઠિત થવાનું નથી. સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાનું છે તેમ જણાવતા હાર્દિકનો હુંકાર કર્યો હતો.
હાર્દિક આંદોલન વિશે વાત કરતાં કહ્યું કે આંદોલન સમયે 1.25 કરોડ પાટીદારો અને 50 MLA હતા જેમાં આંદોલનના ચાર વર્ષ બાદ ન્યાય મળ્યો પરંતુ તેમાં 14 પાટીદારો શહીદ થયા. ધારાસભ્યો અને સાંસદો ને
લઈને કહ્યું કે ગમે તેટલા MLA MP હોય પણ જરૂરિયાત સમયે સાથે ન ઊભો રહે તો શું ફાયદો. જે સમાજ નું હિત, ભવિષ્ય, પ્રગતિ નથી ઈચ્છતા તેને ફેંકી દેવા પડશે વધુમાં તેમણે કહ્યું કે પાર્ટીમાં હોઈએ પણ સમાજ હિત ની વાત આવે ત્યારે એક થવું પડશે. હાર્દિક પટેલના આ હુંકાર બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment