ખેડૂતો માટે ખુશીના સમાચાર, રાજકોટમાં કપાસના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ

Published on: 12:56 pm, Mon, 15 November 21

રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે ખુલતી બજારે 7 લાખ કિલો કપાસની આવક થઈ હતી અને પ્રતિ મણ દીઠ ભાવ 1700 રૂપિયા સુધી રહ્યો હતો.

વિશેષમાં માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું કે ગત અઠવાડિયા ની તુલના એ કપાસની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. કપાસનો ભાવ પ્રતિ મણ દીઠ 1600 થી 1700 સુધી ગુણવત્તા અનુસાર રહ્યા છે.

હાલમાં જીન એક્સપોર્ટની ખરીદી હોય ભાવ જળવાઈ રહ્યા છે અને ખાસ કરીને આવક જેટલી જ લેવાલી રહેતી હોય રોજેરોજ માં નો નિકાલ થઈ જાય છે.

મગફળી અને કપાસ ઉપરાંત અન્ય જણસો માં હાલ અડદની આવકનો પ્રારંભ થઇ ગયો છે. આજે અડદમાં દસ હજાર મણની આવક થઇ હતી અને પ્રતિ મણ દીઠ ભાવ ગુણવતા અનુસાર 1000 થી 1300 સુધી

રહા હતા. જ્યારે મગફળીમાં હજુ યાર્ડમાં ઉપલબ્ધ જથ્થા નો નિકાલ થયો ન હોય આવક બંધ રાખવામાં આવી છે અને પૂણે પણ નિકાલ થયા બાદ નવેસરથી આવક શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે ખુશીના સમાચાર, રાજકોટમાં કપાસના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ"

Leave a comment

Your email address will not be published.


*