ગુજરાત માં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે કરાયું લોકડાઉન, આટલા સમય સુધી ખુલ્લી રહેશે દુકાનો

1228

ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત ને સતત વધારો થતાં અમદાવાદ,સુરત, રાજકોટ જેવા જિલ્લાની સ્થિતિ હાલમાં કફોડી બની છે. કોરોનાવાયરસ ને નિયંત્રણમાં લાવવા માટે રાજકોટ ,ધોરાજી, ઉપલેટા પાલનપુર ,પાટણ, દાહોદ ,વેરાવળ, મોરબી જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં સ્વયં વેપારીઓએ 31 જુલાઈ સુધી દુકાન નો ટાઈમ ઘટાડવાનો નિર્ણય લીધેલ છે.

કોરાણા ના સકરા વધતા અનેક તાલુકાના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાન ઘટાડવાનો નિર્ણય લીધેલ છે. આ નિર્ણય 31 જુલાઈ સુધી દરેક વેપારીઓ પાલન કરવાના છે. આપને જણાવી દઇએ કે બાબરામાં ઇલેક્ટ્રોનિક્સ દુકાન નો સમય ૬ કલાકનો રહેશે.

સુરતના દુકાનદારો દ્વારા લેવાયેલ નિર્ણય માં સ્ટેશનરીની દુકાન નો સમય સવારે ૯ થી ૫ વાગ્યા સુધીનો રહેશે. જ્યારે મશીન ટૂલ્સ અને હાર્ડવેર ની દુકાન નો સમય ૬ વાગ્યા સુધીનો રહેશે.

વેપારી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અનેક રાજ્યમાં ધંધા-રોજગાર ચાલુ ન થવાથી અમારા ધંધામાં અત્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેની સાથે જ કોરોનાવાયરસ ની કહેર હોવાથી વહેલા સમયસર ધંધો બંધ કરીને પરિવાર પાસે પહોંચી જઈએ.