ગુજરાતના લોકપ્રિય નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા ના અવસાનને 29 જુલાઈ ના રોજ બે વર્ષ પૂરા થશે. ત્યારે તેના ચાહકો જુદી યાદોનુ સ્મરણ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના બહુ ઓછા લોકોને ખબર હશે કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાના તમામ વાહનોની ઉપર વૈભવ એવું નામ લખાવ્યું છે. તેઓ શા માટે વૈભવ લખાવતા હતા તે જાણવું પણ રસપ્રદ છે, વિઠ્ઠલભાઈ રાદડિયા ને કુલ ચાર પુત્રો હતા.
જેમાંથી સૌથી નાનો પુત્ર વૈભવ હતો અને તે વિઠ્ઠલભાઈ રાદડિયા ને ખુબ વ્હાલો હતો. જે ખૂબ નાની વયે મૃત્યુ પામ્યો હોવાથી વિઠ્ઠલભાઈ રાદડિયા આઘાતમાં સરી પડ્યા હતા. જ્યારે અન્ય એક દીકરાનો હાર્ટ અટેકથી મૃત્યુ થયું હતું અને તે દીકરાના ઘરે એક બેબી અને એક બાબો એમ બે સંતાન હતા.
દીકરાના મૃત્યુ પછી પુત્રવધુ ને પોતાની દીકરીની જેમ રાખતા અને થોડા સમય બાદ પુત્ર વધુ મનીષા ના લગ્ન ધૂમધામથી કરાવ્યા હતા. ત્યારબાદ થોડા સમય બાદ તેમના પાંચ વર્ષનો દીકરો પણ કેન્સરના કારણે મૃત્યુ પામ્યો હતો. આમ એક પછી એક અનેક આઘાતો વિઠ્ઠલભાઈ રાદડિયા સહન નહોતા કરી શકતા.
જેના કારણે તેમની તબિયત પણ બરોબર નહોતી રહેતી અને આવી સ્થિતિમાં તો તેનો નાનો પુત્ર વૈભવ ને કોઈ હિસાબે ભૂલી શકતા નહોતા અને તેની દરેક ગાડીમાં વૈભવ નામ લખાવ્યું હતું. વિઠ્ઠલભાઈ રાદડિયા એ પોતાના પુત્ર વૈભવની યાદમાં તેની દરેક ગાડીમાં વૈભવ નામ લખાવતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment