સુરતના ખેડૂત વિપુલભાઈ પોતાની દીકરીને કન્યાદાનમાં એવી વસ્તુઓ આપી કે… આખા ગુજરાતમાં થઈ રહી છે આ લગ્નની ચર્ચાઓ…

Published on: 5:07 pm, Sun, 3 December 23

મિત્રો હાલમાં તો લગ્નની સીઝન ચાલી રહે છે. આજના આધુનિક યુગમાં લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે કંઈકને કંઈક નવું કરતા હોય છે. આટલું જ નહીં પરંતુ બધા કરતાં લગ્નમાં કંઈક અનોખું કરવા લોકો લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે.

જ્યારે સુરત શહેરના એક ખેડૂતે પોતાની દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે કંઈક એવું કર્યું કે આખા ગુજરાતમાં થતી હતી તેમની વાત. તો ચાલો આ કિસ્સા વિશે વિગતવાર વાત કરીએ આ કિસ્સો ઘણા સમય પહેલાંનો છે, પરંતુ ફરી એક વખત અમે તમારી વચ્ચે તેની રજૂ કરવા જઈ રહ્યા છીએ.

વાત કરીએ તો સુરત શહેરના પાલ વિસ્તારમાં રહેતા ખેડૂત વિપુલભાઈ પોતાની 23 વર્ષની લાડલી દીકરી રિદ્ધિના અનોખા લગ્ન કર્યા હતા. વિપુલભાઈ દીકરીના લગ્નનું એવું અનોખું આયોજન કર્યું હતું કે લગ્નમાં આવતા તમામ મહેમાનો જોતા જ રહી ગયા હતા.

વિપુલભાઈ તેમની દીકરી ના લગ્ન હંમેશા લોકોને યાદ રહે તે માટે ઇકો ફ્રેન્ડલી લગ્ન કર્યા હતા. તેમને પોતાની દીકરીની લગ્નની કંકોત્રી તુલસીના બીજમાંથી બનાવી હતી. લગ્ન પતી ગયા બાદ જો કંકોત્રી કુંડામાં નાખવામાં આવે તો તેમાંથી તુલસીનો છોડ ઉગશે.

ઉપરાંત વિપુલભાઈ પોતાની દીકરી રિદ્ધિની એન્ટ્રી ડોલીમાં નહીં પરંતુ બળદગાડામાં કરાવી હતી. આટલું જ નહીં પરંતુ તેમને પોતાની દીકરીને કન્યાદાનમાં ગૌ માતાનું દાન કર્યું હતું.

આટલું જ નહીં પરંતુ દીકરી પાસે વચન લેવડાવ્યું હતું કે દર મહિને તે પોતાની કમાણી માંથી 10 ટકા ગૌ માતાને સમર્પિત કરશે. કહેવાય છે કે વિપુલભાઈ પોતાની સંસ્કૃતિને આગળ લાવવા માટે આ અનોખા લગ્ન કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "સુરતના ખેડૂત વિપુલભાઈ પોતાની દીકરીને કન્યાદાનમાં એવી વસ્તુઓ આપી કે… આખા ગુજરાતમાં થઈ રહી છે આ લગ્નની ચર્ચાઓ…"

Leave a comment

Your email address will not be published.


*