અમદાવાદ શહેરમાં થોડા દિવસો પહેલા ઓઢવની દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. વિનોદ મરાઠી નામના વ્યક્તિએ પોતાની પત્ની, બે સંતાનો અને વડસાસુનો જીવ લઈ લીધો હતો અને મધ્યપ્રદેશ ભાગી ગયો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં જ તેને પકડી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસા થયા છે.
પોલીસ પૂછપરછ દરમિયાન વિનોદ મરાઠીએ જણાવ્યું કે, તે પોતાની પત્નીના પ્રેમીનીનો જીવ લેવા માંગતો હતો અને હજુ પણ જો તે જેલમાંથી બહાર આવીશ તો તેનો જીવ જરૂર લઈશ. વિનોદ મરાઠી પોલીસની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને આખી ઘટનાનું વર્ણન પોલીસને કહ્યું હતું. વિનોદ મરાઠી એ જણાવ્યું કે, તમામનો જીવ લીધા બાદ તેને આખું ઘર સાફ કર્યું હતું.
ત્યારબાદ તેના સાસુ ત્યાં આવ્યા ત્યારે મૃતદેહને અંદરની રૂમમાં હતા. ત્યારબાદ વિનોદે પોતાની સાસુની સામે બેસીને નશો કર્યો હતો. પોલીસ સામે વિનોદ એવું પણ જણાવ્યું કે, ચાર લોકોના જીવ લીધા બાદ તે પાંચમાં વ્યક્તિનો પણ જીવ લેવાનો હતો. એટલા માટે તે અમદાવાદ પરત આવ્યો હતો.
પરંતુ પોલીસ પકડી લેશે તે ડરના કારણે તે ભાગી ગયો હતો. વિનોદે કહ્યું કે, જીવ લેવાનું ધારદાર વસ્તુ લઈને હું ઘરે ગયો હતો. ઘરે ગયો ત્યાર બાદ દીકરા અને દીકરીને બહાર મોકલ્યા હતા. ટીવી સિરિયલની જેમ સરપ્રાઈઝના બહાને તેને પોતાની પત્નીના આંખ પર પાટા બાંધી દીધા હતા.
ત્યારબાદ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. આ વાતની દીકરા અને દીકરીને ખબર પડી ગઈ, તેથી વિનોદે પોતાના દીકરા અને દીકરી નો પણ જીવ લઇ લીધો હતો. ત્યારબાદ મેં મારી વહુ સાસુનો પણ જીવ લઇ લીધો હતો. ત્યારબાદ મેં આખું ઘર સાફ કર્યું. ત્યારબાદ તમામના મૃતદેહોને અલગ અલગ રૂમમાં મૂકીને નશો કર્યો હતો.
જ્યારે મારી સાસુ ઘરે આવી ત્યારે બધાના મૃતદેહ ઘરે જ પડયા હતા. પરંતુ મૃતદેહને અલગ અલગ રૂમમાં હોવાથી તેમને કાંઈ ખબર પડી નહીં. ત્યારબાદ મેં મારી સાસુ નહીં હાજરીમાં નશો કર્યો હતો અને સ્કુટી લઈને એક્સપ્રેસ હાઈવે પર પહોંચ્યો હતો. ત્યાં સ્કુટી મુકીને સુરત તરફ જતો રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર વિનોદ ની પત્ની સોનલના આડાસંબંધ હતા. તેથી વિનોદે પોતાની પત્નીનો જીવી લેવાનું નક્કી કર્યું હતું. પત્નીનો જીવ લઈ લીધો આ વાતની જાણ બાળકોને થયા કારણોસર બાળકોનો જ પણ જીવ લઇ લીધો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment