આ વર્ષે કેરીના રસિયાઓને કેરીનો સ્વાદની મજા માણવા માટે ચૂકવવા પડશે બમણાં રૂપિયા – જાણો તાલાલા ગીરની કેરીનો ભાવ…

Published on: 2:48 pm, Sat, 2 April 22

ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. લગભગ વાવાઝોડાના કારણે 70 ટકા કેરીના પાકને નુકસાન થયું હતું. આ વર્ષે માત્ર 30 ટકા જ કેરીનું ઉત્પાદન થયું છે. આ વર્ષે ઉત્પાદન ઓછું થતાં કેરીની સીઝન પણ મોડી આવી શકે છે.

અત્યારે કેરીની સિઝન ચાલુ થઈ જવી જોઈએ તેની જગ્યાએ હજુ તો માર્કેટમાં કેરીનું નામોનિશાન દેખાતું નથી. આ વર્ષે કેરીના રસિયાઓ માટે કેરીનો રસનો સ્વાદ માણવો હશે તો બમણાં રૂપિયા ચૂકવવા પડશે. જુનાગઢની પ્રખ્યાત કેસર કેરીનો ભાવ આસમાની સપાટીએ પહોંચી ગયો છે.

આ વર્ષે 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ 1200 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધી ચૂકવવો પડશે. 20 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ 2300 રૂપિયાથી લઈને 3500 રૂપિયા સુધી ચૂકવવો પડશે. માર્કેટ યાર્ડના કેરીના વેપારીનું કહેવું છે કે, ગયા વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવ બમણા બોલાઇ રહ્યા છે.

જેમ જેમ રાજ્યમાં કેરીની સીઝન શરૂ થશે તેમ તે કેરીના ભાવમાં ઘટાડો જોવા મળશે. મળતી માહિતી અનુસાર એક અઠવાડિયા પછી બજારમાં કેરી મળવાનું શરૂ થઈ જશે. પરંતુ આ વર્ષે જો તમારે કેસર કેરીનો સ્વાદ માણવો હશે.

તો કેસર કેરીના બમણા ભાવ ચૂકવવા પડશે. કારણકે આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઓછો થયું છે અને તેની સામે કેરીની માંગ વધારે છે. એટલું જ નહીં પરંતુ આ વર્ષે કેરીની સીઝન પણ મોડી આવી છે. આ કારણોસર બજારમાં કેરીના ભાવ બમણા જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!