ભારતીય કિસાન યુનિયનના પ્રવકતા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગઈકાલે મોટું નિવેદન આપ્યું હતું અને આ વખતે તેમને ગુજરાતને લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા.રાકેશ ટિકૈત તેમના નિવેદનમાં ગુજરાત આવવા ની જાહેરાત કરી હતી અને કહ્યું હતું.
કે અમે ખેડૂતોની સમગ્ર દેશમાં માર્ચ કાઢીશું, ગુજરાતને કેન્દ્રના શાસનમાંથી મુક્ત કરવામાં ભાગ ભજવિશું, ગુજરાત માટે તેઓએ કહ્યું કે ગુજરાતના લોકો બંધનમાં છે અને જો તે આંદોલનમાં જોડાયા તો તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈત જોકે 2 ઓક્ટોબર સુધી આંદોલન ચલાવવામાં પોતાના નિવેદન પરથી યુ ટર્ન લઈ લીધો છે અને ખેડૂત સંગઠનની નારાજગી પછી તેઓએ કહ્યું હતું કે કૃષિ કાયદો પાછો ખેંચાઇ ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
તેઓએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે હવે આંદોલન અનિશ્ચિત કાળ સુધી ચાલશે કેમકે હવે આને રોકવા માટેની કોઇ યોજના નથી અને માટે હવે આંદોલન લાંબા સમય સુધી ચાલી રહી શકે છે. બને તો ઓક્ટોબર સુધી પણ ચાલી શકે છે.
ખેડૂતોના મુદ્દા પર સંસદમાં થયેલી ચર્ચાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે તે સારું છે કે હવે આ મુદ્દો સંસદમાં ઉઠાવવો જોઇએ અને તેના પર ચર્ચા થવી જોઈએ.તેમણે વધુમાં કહ્યું કે ખરેખર તે ચર્ચાનો વિષય હોવો જોઈએ.
કે દેશના ખેડૂતો ઘણા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. રેસાયુક્ત કિસાન મોરચાના નેતા ના ગુરમન સિંહ ના નિવેદનના જવાબમાં કહ્યું કે, ખેડૂતોનો વિરોધ ઓક્ટોબર સુધી ચાલુ રાખી શકાય તેમ છે.
અને ખેડૂત નેતા રાકેશ અગાઉ પણ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી સરકાર આ કાયદાઓ પાછા નહીં કે ત્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં થાય અને ઓક્ટોબર સુધી ચાલુ રાખી શકાય તેમ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment