ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતે.

108

કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશમાં શિક્ષણ તંત્ર અને સત્ર બધું જ ડામાડોળ છે. ફેબ્રુઆરી મહિનાથી તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી છે. ત્યાં સુધી તમામ શિક્ષણ ઓનલાઇન ચાલી રહ્યુ હતુ અને કસોટીઓ પણ ઓનલાઇન લેવામાં આવી હતી.

તેવામાં હવે શાળાઓ શરૂ થતા કસોટીનું આયોજન કરવા દેવા માટે શાળાઓ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.

રાજ્ય શિક્ષણ બોર્ડ 31 મે થી બોર્ડની પરીક્ષા લેવાનો પ્રારંભ કરશે. વિદ્યાર્થીઓએ 12 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી બોર્ડની વેબસાઇટ પર ફોર્મ ભરીને પરીક્ષા ની ફી ભરવાની રહેશે અને હાલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને.

ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને ધોરણ 12 સામાન્યપ્રવાહ સહિત ઉત્તર બુનિયાદી વિષયના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે.

બીજા વિદ્યાર્થીઓ ની વાત કરવામાં આવે તો ધોરણ ત્રણ માં ગુજરાતી અને ગણિત, ધોરણ ચાર અને પાંચમાં અંગ્રેજી અને હિન્દી તેમજ ધોરણ 6 થી 8 માં અંગ્રેજી,સંસ્કૃત અને હિન્દી વિષય ની કસોટી યોજી શકાશે.

શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં કસોટી માટેનો અભ્યાસક્રમ પણ નક્કી કરવામાં આવ્યો છે. સ્વનિર્ભર અને અનુદાનિત શાળાઓમાં ચાર વિષય ઉપરાંત.

જે વિષયો છે તે સ્વૈચ્છિક રીતે તેની કસોટી લઇ શકાશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!