ગુજરાતમાં શાળાઓ બાદ આજે કોલેજોમાં પણ વેકેશન ની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે કરેલી જાહેરાત મુજબ તમામ સરકારી ખાનગી અને ગ્રાન્ટેડ કોલેજોમાં 1મે થી 5 જૂન સુધી ઉનાળુ વેકેશન આપવામાં આવશે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરેલા પરિપત્રમાં જણાવાયું છે.
કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ શિક્ષણ વિભાગ દ્વારા પોસ્ટ લોકડાઉન માં યુનિવર્સિટી કોલેજ શરૂ કરવા માટે વખતોવખત માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા પરિપત્રથી વકરી રહેલી પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ હસ્તકની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 30 એપ્રિલ 2021 સુધી તમામ ભૌતિક શિક્ષણકાર્ય મોફૂફ રાખવા સૂચના આપવામાં આવેલ હતી.
તમામ યુનિવર્સિટીઓની કોલેજોમાં ભૌતિક શિક્ષણકાર્ય વર્ગખંડ સ્થગિત છે. જેથી તાજેતરમાં પૂર્ણ વાયરસના વધતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાખી સરકાર દ્વારા વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટી અને.
તેને સંલગ્ન સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ કોલેજોમાં 1મે થી 5 જૂન સુધી વેકેશન જાહેર કરવામાં આવેલ છે. રાજ્યમાં વકરી રહેલી પરિસ્થિતિના કારણે શાળા-કોલેજો બંધ કરવામાં આવેલ હતી.
અને હાલમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવતો હતો. રાજયમાં શાળાઓના વેકેશન ની જાહેરાત બાદ કોલેજોમાં પણ વેકેશન ની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment