શું દેશમાં આવશે લોકડાઉન ? મોદી સરકારે ગૃહ મંત્રાલયને આપ્યો આ આદેશ.

226

મહામારીની કટોકટી વચ્ચે શુક્રવારે મળેલી મોદી કેબિનેટમાં મોદીએ દેશમાં આંશિક લોકડાઉન લાદવા ફરમાન કર્યું હોવાનું સૂત્રોનું કહેવું છે. મોદીએ ગૃહ મંત્રાલયને કયા શહેરો અને જિલ્લાઓમાં લોકડાઉન લાદવું જરૂરી છે તેનો રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે.

ગૃહ મંત્રાલયે છેલ્લે બહાર પાડેલી માર્ગદર્શિકામાં પણ સુધારો કરવા મોદીએ ફરમાન કર્યું છે. તેના કારણે પહેલાં કરતાં વધારે શહેરો અને જિલ્લામાં લોકડાઉન લદાશે.

ગૃહ મંત્રાલય સોમવાર સુધીમાં આ રિપોર્ટ આપે ત્યારબાદ મંત્રાલયના માધ્યમથી જ આ જિલ્લા અને શહેરોમાં લોકડાઉન લાદવાનો આદેશ રાજ્યને આપી દેવાશે. રવિવારે પાંચ રાજ્યમાં વિધાનસભા માટેની ગણતરી છે.

અને આ મત ગણતરી પણ પૂરી જશે તેથી રાજકીય રીતે હવે પછી મોટો કોઇ કાર્યક્રમ બાકી રહેતો નથી.લોકડાઉન લદાય ત્યારબાદ રાજ્ય સાથે સંકલન ની ભૂમિકા અધિકારીઓ જ નિભાવવાના છે.

અધિકારીઓ અત્યારથી માનસિક રીતે તૈયાર અને હોમ ફોર વર્ક કરવા માંડે તેથી કેબિનેટની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રાખ્યા હતા.

દેશમાં બેકાબૂ બનેલી લહેર અટકાવવાનું નામ નથી લઈ રહી. દેશમાં દરરોજ આવનારા કેસની વાત કરવામાં આવે તો ગઈકાલની વાત કરવામાં આવે તો પ્રથમ વખત આંકડા ચાર લાખથી વધારે કેસો નોંધાયા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 4,01,993 નવા કેસો નોંધાયા હતા 3523 લોકોના મોત થયા છે.જોકે 24 કલાકમાં 2,99,988 લોકો ઠીક પણ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!