શું સમગ્ર દેશ માં 18 દિવસ નું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન ? જાણો શું કહ્યું મોદી સરકારે.

359

દેશમાં મહામારીએ ભારે તાંડવ મચાવ્યો છે. ગઇકાલના આંકડાની વાત કરવામાં આવે તો દેશમાં ચાર લાખથી વધારે કેસો નોંધાયા હતા અને આદર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે 3મે થી 20 મે સુધી સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જે બાદ પિઆઇબી ફેકટ ચેકે ટ્વીટ કરીને લખ્યું કે આ દાવો બોગસ છે. કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. નોંધનીય છે કે, પિઆઈબી ફેકટ ચેક કેન્દ્ર સરકારની પોલીસી સ્કીમ, વિભાગો, મંત્રાલયો ને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે.

સરકારથી જોડાયેલી કોઇપણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબિ ફેકટ ચેક ની મદદ લઇ શકાય છે. કોઈપણ પિયાઈબી ફેકટ ચેક નો સંદેહાત્મક સમાચાર સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા.

યુઆરએલ વોટ્સ એપ નંબર ,918799711259 પર મોકલી શકો છો અથવા પછી pibfactcheck@gmail. com પર મેઈલ કરી શકો છો.

દેશમાં બેકાબૂ બનેલી લહેર અટકાવવાનું નામ નથી લઈ રહી. દેશમાં દરરોજ આવનારા કેસની વાત કરવામાં આવે તો ગઈકાલની વાત કરવામાં આવે તો પ્રથમ વખત આંકડા ચાર લાખથી વધારે કેસો નોંધાયા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 4,01,993 નવા કેસો નોંધાયા હતા 3523 લોકોના મોત થયા છે.જોકે 24 કલાકમાં 2,99,988 લોકો ઠીક પણ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!