સુરતમાં આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા સહિત 2 કોર્પોરેટર અને 3 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ઘરનો ઘેરાવ સમય સામાજિક અંતરના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સામાજિક અંતરના ભંગનો ગુનો નોંધ્યો છે.
અને ધરપકડ થતાં ગોપાલ ઇટાલીયા સહિત આમ આદમી પાર્ટીના નેતા વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભાજપ અને સી.આર.પાટિલ સાથે હર્ષ સંઘવી પર પણ આક્ષેપો કર્યા હતા.
ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે મારા કોર્પોરેટર પોતાના વોર્ડમાં આઇસોલેશન વોર્ડ ખોલીને કામગીરી કરી રહ્યા છે અને લોકોની મુશ્કેલીમાં અમારા કોર્પોરેટર્સ મદદરૂપ થઇ રહ્યા છે. આમ છતાં પોલીસ વીપક્ષના નેતા અને કાર્યકરોની ધરપકડ કરી રહી છે.
ગોપાલ ઇટાલીયાએ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી પર પણ આક્ષેપો કર્યા હતા. ગોપાલ ઇટાલીયા કહ્યું કે કોરોના મહામારી માં અમે કોઈપણ પ્રકારની રાજનીતિ કરતા નથી. અમે લોકો માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ આમ છતાં બન્ને નેતાઓને વાંધો છે.
ગુજરાત રાજ્યમાં કોરોના ની પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5267 લોકોના મોત કોરોના ના કારણે થયા છે.
ગઇકાલ કરતાં આજ રોજ કોરોના કેસ માં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 304 લોકો વેન્ટીલેટર પર છે અને એક્ટિવ કેસનો આંકડો 55,398 પર પહોચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment