પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ કુંભ મેળા ને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો શું કરી મોટી જાહેરાત ?

120

હરિદ્વારમાં કુંભમેળા અંગેની પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ જૂના અખાડા તરફથી કુંભના વિધિવત સમાપન ની જાહેરાત કરી છે.અવધેશાનંદ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ભારતના લોકો અને તેમના જીવનની રક્ષા કરવી.

એ અમારી પહેલી પ્રાથમિકતા છે. કોરોના મહામારી ના વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખીને અમે વિધિવત રીતે કુંભ ના સમાપન ની જાહેરાત કરીએ છીએ. અમે કુંભના તમામ દેવતાઓને વિસર્જિત કરી દીધા છે.

પ્રધાનમંત્રી મોદી ના આગ્રહ પર સ્વામી અવધેશાનંદ કહ્યું કે, અમે પ્રધાનમંત્રી મોદી ને આહ્વાન નું સન્માન કરીએ છીએ. જીવનની રક્ષા મહત્વપૂર્ણ છે અને પરિસ્થિતિને જોતા ભારે સંખ્યામાં સ્નાન કરવા ન આવે લોકો.

નિયમોનું પાલન કરે અને કોરોના ના કેસ વધતા ગઈકાલે નિરંજની અખાડા એ કુંભમેળાની સમાપ્તિની જાહેરાત કરી હતી. આનંદ અખાડાએ કુંભમેળાના સમાપ્તિની જાહેરાત કરી હતી.

તો બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત હાઇ લેવલ મીટિંગ યોજી હતી.વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા કુંભમાં 5 દિવસ માં 1701 લોકો કોરોના પોઝિટિવ નીકળતા સરકાર અને વહીવટી તંત્રની ચિંતા વધી હતી.

જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો હોત તો હજુ પણ બીજા ઘણા લોકોને કોરોના નો ચેપ લાગી શકે છે. હરિદ્વાર ચીફ મેડિકલ ઓફિસર શંભુ કુમારે જણાવ્યું કે અમને શંકા છે કે કુંભમેળામાં સંક્રમિતો ની સંખ્યા 2000 જેટલી થઈ શકે છે.

જેને જોતા ગુજરાત રાજ્યની રૂપાણી સરકારે પણ અહીં થી આવતા લોકો માટે આરટીપિસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે ત્યારબાદ જ રાજ્યમાં તેઓને એન્ટ્રી મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!