વલસાડમાં એક ટેમ્પાની અચાનક જ બ્રેક ફેલ થતાં 4 શ્રમિકોને કચડી નાખ્યા… એકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત… જાણો અકસ્માત બનવા પાછળનું મૂળ કારણ…

ગુજરાત રાજ્યમાં અકસ્માતના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે વલસાડ હાઇવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અહીં હાઇવે રોડ ઉપર પડેલા ખાડાઓ ઉપર પેચ વર્કની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન મુંબઈ તરફ જતા ટેમ્પાની આગળ સર્વિસ રોડ ઉપરથી એક કાર આવી ગઈ હતી.

જેના કારણે ટેમ્પો ચાલક કાર ચાલકને બચાવવા જાય છે, ત્યારે ટેમ્પાની બ્રેકફેલ થઈ ગઈ હતી. જેના કારણે બેકાબુ બનેલો ટેમ્પો ખાડા પૂરવાનું કામ કરી રહેલા ચાર શ્રમિકોને અડફેટેમાં લે છે. જેના કારણે અકસ્માત સર્જાયો તો અકસ્માતની ઘટનામાં ચાર શ્રમિકો પૈકી એક શ્રમિકનું ઘટના સ્થળે મોત થયું છે.

જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. હાલ વાત ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર સુરત તરફથી માલ સામાન ભરીને એક ટેમ્પો મુંબઈ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અતુલ બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપરથી એક કાર અચાનક જ ટેમ્પાની સામે આવી ગઈ હતી.

જેના કારણે ટેમ્પો ચાલક કારચાલકને બચાવવા બ્રેક મારવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ટેમ્પાની બ્રેકઅપ ફેલ થઈ ગઈ હતી. અને ટેમ્પો અતુલ બ્રિજ ઉપર ખાડા પૂરવાનું કામ કરી રહેલા ચાર શ્રમિકોને અડફેટેમાં લે છે. ચારમાંથી એક શ્રમિકનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી 108ની મદદથી ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે ટેમ્પા ચાલકની અટકાયત કરીને વધુમાં પૂછપરછ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*