વડોદરામાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે. વડોદરાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામમાં રહેતો અને કડિયા કામ કરતા યુવાનને એક અજાણ્યા વાહન ચાલકે કચડી નાખ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે યુવાનનું કરુણ મોત થયું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ મેહુલ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી.
મેહુલ બાઈક લઈને શાકભાજી લેવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યા વાહને તેની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં મેહુલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
મેહુલના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર છેલ્લા બે મહિનાથી વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે આવેલ આવા કાઉન્ટિંગમાં નવી બનતી સાઇડ પર મેહુલ કડિયા કામ કરતો હતો અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.
ગઈકાલે મોટી સાંજે મેહુલ મજૂરી કામ પૂર્ણ કરીને પોતાની બાઇક લઈને શાકભાજી અને કરિયાણા નો સામાન લેવા માટે ગયો હતો. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યા વાહને મેહુલની બાઈક ને ટક્કર લગાવી હતી. જેના કારણે મેહુલ ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો અને ઘટનામાં તેનું કરુણ મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતા જ મેહુલના પરિવારના લોકો અને સગા સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment