પ્રાણીઓ પ્રત્યે અનોખો પ્રેમ : ગોંડલમાં વછેરીનું નિધન થતા અશ્વપ્રેમી પોતાના ખેતરમાં વછેરીની દફનવિધિ કરી…

તમે ઘણાં લોકોનો પાણીઓ પ્રત્યેનો અનોખો પ્રેમ જોયો હશે. ત્યારે ગોંડલ તાલુકાના રૂપાવડી ગામે એક અશ્વપ્રેમી પરિવારને ત્યાં ત્રણ મહિના પહેલા જન્મેલા એક વછરીનું થયું હતુ. વછરીનું નિધન થયા બાદ અશ્વપ્રેમી એ પોતાના ખેતરમાં જ સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે તેની દફનવિધિ કરી હતી.

ઘણી પ્રત્યેના આ અનોખા પ્રેમની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. ગામના પૂર્વ સરપંચ વર્ષોથી ઘોડાઓને અને ઉછેરેને સાચવે છે. તેમના પરિવારમાં પહેલેથી ઘોડાઓ અને અન્ય પશુઓ ખૂબ જ પ્રેમ કરવામાં આવે છે. તેમના પરિવારના લોકો પશુઓને પોતાના પરિવારના સભ્યોની જેમ સાચવે છે.

માત્ર ત્રણ વર્ષ પહેલા જન્મેલા વછેરીનું નિધન થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પરિવારના બધા સભ્યોને એક આઘાત લાગી ગયો હતો. ગોંડલ તાલુકાના રૂપાવટી ગામના પૂર્વ સરપંચ રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ રાયજાદા તેમના ઘરેથી 15 વર્ષથી અશ્વો રાખે છે.

ત્રણ મહિના પહેલા માદા અશ્વએ એક વછેરીને જન્મ આપ્યો હતો. પરંતુ અચાનક જ તેનું આકસ્મિક રીતે નિધન થયું છે. ત્યારબાદ જુનાગઢ પાસે આવેલા વડાલ ગામ ખેતરમાં વછેરીની સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે તેમની દફનવિધિ કરી હતી.  મળતી માહિતી અનુસાર આ વછેરીનું નામ “શાંગી” રાખવામાં આવ્યું હતું. પરિવારના તમામ સભ્યો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા.

પોતાના પરિવારના સભ્યની જેમ તેને સાચવતાં હતાં. શાંગીના તન્વી દરમિયાન અશ્વપ્રેમી આંખમાં આંસુ આવી ગયા હતા. તેમના પરિવારના લોકોનું કહેવું છે કે, અમારા પરિવારના હસતા ખેલતા નાના બાળકનું મૃત્યુ થતાં અમને ખૂબ જ આઘાત લાગ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*