સલામ છે આ રાજપૂતની દિકરીને ! આ દીકરીએ ગરીબ દીકરીઓને ભણાવવા માટે અત્યાર સુધીમાં 4.26 કરોડ રૂપિયાની સહાય કરી, આ વર્ષે પણ કરોડો રૂપિયાની…

Published on: 1:27 pm, Sun, 5 June 22

હાલનો સમય બદલાઈ રહ્યો છે. હવે સમાજના લોકો ગરીબ દીકરીઓને ભણાવવા માટે ખૂબ જ સહાય કરી રહ્યા છે. ત્યારે આજે આપણે એક વડોદરાની મહિલા વિશે વાત કરવાના છીએ. આ મહિલાએ ગરીબ દીકરીઓ માટે જે કર્યું છે તે જાણીને તમે પણ તેમને સલામ કરશો. વડોદરાની આ મહિલાએ બેટી બચાવો અને બેટી પઢાવો આ સરકારના મિશનને ખૂબ જ સારો એવો સપોર્ટ કર્યો છે.

આ મહિલાનું નામ નિશિતા રાજપુત છે. તેઓ એક સામાજિક કાર્યકર છે. આ ઉપરાંત નિશિતાબેન રાજપૂત સમાજનું ગૌરવ છે. નિશિતાબેન રાજપુત છેલ્લા 12 વર્ષથી ગરીબ પરિવારની દીકરીઓને ભણાવવા માટેના કાર્ય કરી રહ્યા છે. તેઓએ બુધવારના રોજ 51 જેટલી ગરીબ પરિવારની દીકરીઓને કમાટી બાગ ખાતે સ્કુલ બેગ આપીને તેમની સ્કૂલની ફરી હતી.

દીકરીઓનો અભ્યાસ અધવચ્ચે છૂટી ન જાય તે માટે નિકીતાબેન રાજપૂતે આ કાર્ય કર્યું હતું. નિશિતા રાજપૂત વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલી ધરા પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ છેલ્લા 12 વર્ષથી સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે. તેમના પિતા પણ સામાજિક સેવાના કામ સાથે સંકળાયેલા છે.

તેમના પિતા પાસેથી જ તેમને સમાજસેવાના કામ કરવાની પ્રેરણા મળી હતી. 2010માં તેમને 151 જેટલી ગરીબ દીકરીઓની સ્કૂલ ફી ભરીને પોતાનું સમાજ સેવાનું કાર્ય શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેમને 39500 જેટલી ગરીબ પરિવારની દીકરીઓની સ્કુલ ફી ભરી છે.

સ્કૂલ ફી ભરવા માટે પાછળ નિશિતા બેહને અત્યાર સુધીમાં 4.26 કરોડો રૂપિયાની સહાય કરી છે. આ વર્ષમાં તેમને એક કરોડ રૂપિયા ફી ભરવાનું લક્ષ્ય રાખ્યું છે. નિશિતા પહેલે તેમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમણે કહ્યું હતું કે હું વધુમાં વધુ ગરીબ દીકરીઓની ફરી શકું તેવો પ્રયાસ કરીશ.

જ્યારે હું ગરીબ દીકરીઓનો અભ્યાસ તો ગયેલો જોઉં છું ત્યારે મને મનમાં થતું કે આ લોકો કેમ ભણી શકતા નથી. જ્યારે મેં ગરીબ દીકરીઓ માટે કામ કરવાનું નક્કી કર્યું હતું. ગરીબ દીકરીઓ પણ ન રહે એવું મારું સપનું છે. આટલો જ નહીં પરંતુ હું મહિલાઓને સીવણ મશીન આપીને તેમને પગભર કરીશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સલામ છે આ રાજપૂતની દિકરીને ! આ દીકરીએ ગરીબ દીકરીઓને ભણાવવા માટે અત્યાર સુધીમાં 4.26 કરોડ રૂપિયાની સહાય કરી, આ વર્ષે પણ કરોડો રૂપિયાની…"

Leave a comment

Your email address will not be published.


*