અનોખી અંતિમ વિદાય : મૃત્યુ પામેલા 101 વર્ષના દેવીલાલની અંતિમ વિદાય પરિવારજનોએ ડીજેના તાલ પર નાચતા નાચતા કાઢી…

તમે અત્યાર સુધીમાં કેટલી અંતિમયાત્રા જોઈએ છે. અંતિમયાત્રા નિકળી ત્યારે ત્યાં હાજર તમામ લોકોમાં શોકનું વાતાવરણ છવાયેલું હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, અંતિમ યાત્રા ડીજેના તાલ પર નાચતા નાચતા કાઢવામાં આવી હોય. ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે.

જ્યાં 101 એક વર્ષના વૃદ્ધ દેવીલાલ રાઠોડની અંતિમયાત્રા ડીજેના તાલ પર કાઢવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાન કરૌલી જીલ્લાના કરણપુર શહેરની છે. શનિવારના રોજ અહીં 101 વર્ષના દેવીલાલ રાઠોડ નું મૃત્યુ થયું હતું.

તેમનું મૃત્યુ થતાં પરિવારજનોએ અંતિમયાત્રા ડીજેના તાલ સાથે ધામધૂમથી કાઢી હતી. એટલું જ નહીં પરંતુ અંતિમયાત્રામાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં પરિવારના સભ્યો ડીજેના તાલ પર નાચી રહ્યા હતા. પરિવારના સભ્યો નાચતા નાચતા સ્મશાને પહોંચ્યા હતા.

દેવીલાલના મૃત્યુ પાછળ કોઈની આંખમાંથી એક આંસુ પણ આવ્યું ન હતું. તેમનું મૃત્યુ થતાં પરિવારમાં ખુશીનો માહોલ હતો. એટલું જ નહીં પરંતુ ઠાઠડી પણ ફુલથી શણગારવામાં આવી હતી. ફુલથી શણગારેલી ઠાઠડી માં બેસાડીને તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

ઘરેથી લઈને સ્મશાન સુધી આખું પરિવાર અંતિમયાત્રામાં નાચતું નાચતું સ્મશાને પહોંચ્યું હતું.  સ્મશાને પહોંચી ને ત્યાં હાજર તમામ લોકોએ દાદા ને શ્રદ્ધાંજલિ આપી હતી. પિતાના મૃત્યુ પર દીકરા રામજીલાલે એવું કહ્યું કે, પિતાની આટલી ઉંમર હોવા છતાં પણ તે બધું કામ જાતે કરતા હતા.

પિતાની ઉંમર થઈ ગઈ હોવાના કારણે શનિવારના રોજ અચાનક તેમની તબિયત લથડી પડી હતી. થોડાક સમયમાં જ પિતાનું અવસાન થઈ ગયું હતું. મૃત્યુ પામેલા દેવીલાલને છ દીકરીઓ અને છ દીકરાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*