કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ વર્તમાન ભાજપ સરકારના મજબૂત નેતાઓમાંના એક નેતા છે.અમિત શાહ તેમના રોકાણ માટે રાજકારણીઓ માં પ્રખ્યાત છે.31 માર્ચ 2021 ના રોજ જાહેર કરેલી સંપત્તિ અનુસાર તેમની પાસે લગભગ 38 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ચાલો જાણીએ કે દેશના મજબૂત નેતા ની બેન્ક પ્રોફાઈલ કેટલી મજબૂત છે.31 મી માર્ચ 2021 ના રોજ સાય કરેલી તેમની આવક અનુસાર તેમની પાસે લગભગ 15 હજાર રૂપિયા રોકડા અને 32 લાખ રૂપિયા બેંકમાં છે. આ સિવાય તેમને 3,40,908 રૂપિયાની ફિકસ ડિપોઝીટ છે.
અમિત શાહ તેમની રોકાણી આદત માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તેમને વિવિધ સિક્યોરિટીઝમાં લગભગ 23.45 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આ સિવાય તેમની પાસે 51 લાખ ના દાગીના અને ત્રણ લાખ રૂપિયાની અવરનીત સુરક્ષા છે.તેમની પાસે 15.56 લાખ રૂપિયાની વીમા પોલીસી પણ છે.
અમિત શાહની ગુજરાતમાં લગભગ 5.71 કરોડ ની સંપતિ છે જેમાં ખેતીની જમીન,રહેણાક મકાન અને ઓફિસ નો સમાવેશ થાય છે.તેમની પાસે વડનગરમાં 10.47 એકર ખેતીની જમીન છે જેની કિંમત આશરે 80 લાખ રૂપિયા છે. આ ખેતીની જમીનમાં અમિત શાહનો 40 ટકા ભાગ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment