રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર ટ્રકનું ટાયર બદલતા એક યુવાનને કાર ચાલકે લીધો અડફેટમાં,1 નું મૃત્યુ અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

Published on: 12:05 pm, Sat, 23 October 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ છે અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પરની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ટ્રકમાં પંચર પડતાં યુવાન ટાયર બદલી રહ્યો હતો.

ત્યારે અચાનક એક અજાણ્યા કારચાલકે તેને અડફેટેમાં લીધો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત અન્ય ચાર ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને કાર ચાલક ઘટના સ્થળે જ કાર મુકીને રફુચક્કર થઇ ગયો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં અજય મકવાણા(ઉંમર 30 વર્ષ) નામના યુવકનું મૃત્યુ થયું છે.

આ ઉપરાંત અકસ્માતમાં ગોવિંદ ધનાભાઈ માટિયા (ઉંમર 30 વર્ષ), દિનેશ રતિભાઈ લંગડા (ઉંમર 33 વર્ષ), દિનેશ ચાવડા (ઉંમર 35 વર્ષ), મેરામ બાવાભાઇ મંગસ્વા (ઉંમર 25 વર્ષ) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.  ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલમાં તપાસ માટે ગઈ હતી.

ત્યારે મેરામ બાવાભાઇ મંગસ્વા જણાવ્યું કે તે પોતાનો ટ્રક લઈને જતા હતા તે દરમિયાન રોડ વચ્ચે અચાનક તેમના ટ્રકના ટાયરમાં પંચર પડ્યું હતું. ત્યારે મેરામભાઈ ફોન કરીને અજય ને બોલાવ્યો હતો અત્યારે જે લઈને આવ્યો હતો. અને તેઓ ટાયર બદલતા હતા.

ત્યારે એક અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લીધા હતા. જેમાં અજય મકવાણા નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં કારચાલક ઘટનાસ્થળે જ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર ટ્રકનું ટાયર બદલતા એક યુવાનને કાર ચાલકે લીધો અડફેટમાં,1 નું મૃત્યુ અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*