સાળંગપુરમાં વિવાદિત ભિંતચિત્રો પર અજાણ્યા વ્યક્તિએ કાળો રંગ લગાડ્યો અને તોડફોડ કરી…જુઓ વાયરલ વિડિયો…

હાલમાં ગુજરાત રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભિંતચિત્રોની જ ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં તો આ મામલો ખૂબ જ ઉઘરા બની ગયો છે. ત્યારે હાલમાં સાળંગપુર હનુમાનજી મંદિરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

In Salangpur, Hanumanji was shown bowing to Neelkanth Varni, Tilak of  Swaminarayan was done on his head, now the monks and saints are outraged. |  સાળંગપુરમાં હનુમાનજીને નીલકંઠ વર્ણીને નમન કરતાં દર્શાવ્યા,

જાણવા મળી રહ્યું છે કે, સાળંગપુર મંદિરમાં આવેલ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભિંતચિત્રો પર એક અજાણ્યા વ્યક્તિએ કાળો રંગ લગાવ્યો છે અને આ ઉપરાંત ત્યાં તોડફોડ કરવાના પણ પ્રયાસો કર્યા હતા. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, અજાણ્યા વ્યક્તિ કાળા રંગનું પોતુ ભિંતચિત્રો ઉપર મારી દીધું હતું. ત્યારબાદ લાકડીથી ત્યાં તોડફોડ કરવાના પ્રયાસો કર્યા હતા. આ સમગ્ર ઘટના બનતા જ પોલીસ ત્યાં દોડી આવી હતી અને અજાણ્યા શખ્સની અટકાયત કરી હતી. હાલમાં તો પોલીસ દ્વારા આ શખ્સની પૂછપરછ કરવામાં આવી રહે છે.

આ ઘટના બન્યા બાદ ડીવાયએસપી સાળંગપુર મંદિર ખાતે પહોંચી આવ્યા હતા. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતાં જ ભારે ખળભળાટ મચી ગયો છે. વિડીયો વાયરલ થયા બાદ લોકો પોત પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ અજાણ્યા વ્યક્તિ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં તો પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. વાયરલ થઈ રહેલા આ વિડીયો વિશે તમારું શું કહેવું છે..? તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*