બાઈક પર જતા માતા-પિતા અને 7 મહિનાના દીકરાને ટ્રક ચાલકે કચડી નાખ્યો… માતા-પિતાનું એક સાથે દર્દનાથ મોત… માસુમ દીકરો અનાથ થઈ ગયો…

Published on: 3:51 pm, Sat, 2 September 23

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકે બાઈક પર સવાર પતિ-પત્ની અને બાળકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં પતિ-પત્નીનું કરુણ મોત થયું હતું.

જ્યારે બીજી બાજુ માસુમ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેને સ્થાનિક લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને મૃતકોના સંબંધીઓએ જણાવ્યું કે, યુવક તેની પત્ની અને બાળકને લઈને સાસરિયામાંથી ઘરે લઈને આવતો હતો. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના લલિતપુરમાંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો, એક 23 વર્ષનો યુવક તેની પત્ની અને બાળકને લેવા માટે તેના સાસરે ગયો હતો. બપોરના સમયે તે પોતાની 21 વર્ષની પત્ની સપના અને સાત મહિનાના દીકરા દિવ્યાંશને બાઈક પર બેસાડીને ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં એક ઝડપી ટ્રક ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેનું કરુણ મોત થયું હતું. જ્યારે સાત વર્ષનો માસુમ બાળક દિવ્યાંશ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા પતિ પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા બાળકને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સૌપ્રથમ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે ઝાંસીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, અકસ્માતની ઘટના બન્યા બાદ અલકા ઘટનાસ્થળે જે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે માત્ર સાત મહિનાના બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. એક જ પરિવારના બે સભ્યોના એક સાથે દર્દનાક મોત થતાં પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. હાલમાં તો પોલીસે ટ્રક કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર જતા માતા-પિતા અને 7 મહિનાના દીકરાને ટ્રક ચાલકે કચડી નાખ્યો… માતા-પિતાનું એક સાથે દર્દનાથ મોત… માસુમ દીકરો અનાથ થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*