વલસાડમાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વલસાડ તાલુકાના ભગોદ ગામના આંબલીયા ફળિયામાં રહેતા 35 વર્ષિય યુવકે નદીમાં નવા બ્રિજ પરથી કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર યુવક ગુરૂવારના રોજ સાંજે ઘરે પરત ફર્યો નહીં.
તેથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી. ત્યારે શુક્રવારના રોજ પાર નદીમાં યુવકનું મૃતદેહ જોવા મળ્યું હતું. ત્યારબાદ ચંદ્ર પુરાના તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મૃત્યુ પામેલા યુવકનું નામ મયુર વિજયભાઈ કોયા હતું. મયુરભાઈ બેરોજગાર હતા અને બેરોજગારી તે ખૂબ જ કંટાળી ગયા હતા. ક્યારે ગુરૂવારના રોજ મયુરભાઈ રોજગારી શોધવા માટે જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. સાંજ થઈ ગઈ છતાં પણ મયુરભાઈ ઘરે પરત ફર્યા નહીં.
તેથી પરિવારના સભ્યો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારના સભ્યોએ મયુરભાઈની શોધખોળ શરૂ કરી હતી, ઉપરાંત આ ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસે પણ મયુરભાઈની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે શુક્રવારના રોજ પાર નદીના નવા બ્રિજ પાસે નદીમાં એક વ્યક્તિનું મૃતદેહ છે તેવી જાણ પોલીસને થઈ હતી.
ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે રવૈયાની મદદથી મયુરભાઈના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે મયુરભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બેરોજગારીથી મયુરભાઈ ખૂબ જ કંટાળી ગયા હતા છેવટે મયુરભાઈ બેરોજગારી થી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મયુરભાઈના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. મયુરભાઈના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment