PUBG ગેમથી બે યુવક વચ્ચે મિત્રતા થઈ, ત્યારબાદ મિત્રએ મોબાઈલ માટે મિત્રનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના…

Published on: 3:26 pm, Sat, 14 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મિત્ર મોબાઈલ માટે પોતાના મિત્રોનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બગાહાના નરાઈપુરામાં બની હતી. અહીં ઓનલાઇન PUBG ગેમથી બે યુવક વચ્ચે મિત્રતા થઈ હતી. ગેમ રમવાથી શરૂ થયેલી મિત્રતા મૃત્યુ પર સમાપ્ત થઈ ગઈ છે.

મૃત્યુ પામેલા બાળકનું નામ સાહિલ હતું. તે નરાઈપુરાના પોખર પાસે રહેતો હતો. સાહિલ ધોરણ-8 પાસ કરીને ધોરણ-9માં પહોંચ્યો હતો. સાહિલને પોખરના કિનારે રહેતા એક યુવક સાથે PUBG ગેમથી મિત્રતા થઈ હતી. સાહિલ અને તેના મિત્રની ઉંમરમાં 3 વર્ષનું અંતર હતું.

આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક લોકોનું કહેવું છે કે, બંને મિત્રો પોખર પર બેસીને PUBG ગેમ રમતા હતા. બંને એકસાથે ક્રિકેટ પણ રમતા હતા. મળતી માહિતી અનુસાર મિત્રએ મોબાઈલ માટે સાહિલના ગળા પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં સાહિલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

ત્યારબાદ સાહિલ પોતાનું ગળું દબાવીને એક કિલોમીટર દૂર આવેલા પોતાના ઘરે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં સાહિલને જોઈને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. ત્યાર બાદ પરિવારજનો સાહિલને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. હોસ્પિટલમાં સાહિલે આરોપીનું નામ જણાવ્યું હતું.

ત્યાર બાદ સાહિલનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજયુ હતુ. મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ રાત્રે આ ઘટનાની જાણ પોલીસને થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. ઉપરાંત પોલીસે નદી કિનારે પુરાવા એકત્રિત કરવાનું કાર્યવાહી હાથ ધરી હતી.

હજુ સુધી પોલીસને આરોપીએ સાહિલનો જીવ લેવા માટે વાપરેલી ધારદાર વસ્તુ મળી નથી. હાલમાં પોલીસે આરોપીને ચિલ્ડ્રન્સ સુધાર ગૃહમાં મોકલી આપ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાહિલ મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "PUBG ગેમથી બે યુવક વચ્ચે મિત્રતા થઈ, ત્યારબાદ મિત્રએ મોબાઈલ માટે મિત્રનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*