આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ટીકરી બોર્ડરથી આંદોલન સમિતિ ઘર તરફ જઈ રહેલા ખેડૂતોને અકસ્માત નડ્યો છે. મળતી માહિતી અનુસાર હરિયાણા નજીક હિસારના નેશનલ હાઈવે 9 આજરોજ વહેલી સવારે ખેડૂતોની ટ્રોલીને એક બેકાબૂ ટ્રકે અડફેટેમાં લીધી હતી.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતના પંજાબના બે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને અન્ય 5 ખેડૂતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી બે ખેડૂતોની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર જ્યારે ખેડૂતો ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની ટ્રોલીને એક બેકાબૂ ટ્રકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે ઘટના સ્થળે જ ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં સુખવિંદર સિંહ અને અજયપ્રીત નામના ખેડૂતોના મૃત્યુ થયા છે. અકસ્માતમાં પાંચ ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હતા તેમાંથી બેની હાલત વધારે ગંભીર હોવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને લઈને એક ખેડૂતે કહ્યું કે, રાત્રે ટીકરી બોર્ડરથી અને સ્વરાજ ટ્રેક્ટર પાછળ 2 ટ્રોલી જોડી હતી. જેને ઢંડૂર ગામ પાસે એક બેકાબૂ ટ્રકે પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી તેના કારણે ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment