સુરત મહાનગરપાલિકા વેક્સિન ને લઈને લઈ શકે છે આ મોટો નિર્ણય, જલ્દીથી લઈ લેજો વેક્સિન નહિતર…

Published on: 2:30 pm, Sat, 11 December 21

સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી નવા કોરોનાવાયરસ ના સ્વરૂપ ને જોતા પગલાં લેવામાં આવ્યા છે. અને હવે વધારે એક પગલું લેવામાં આવ્યું છે કે જે લોકોએ કોરોના વેક્સિન ના બે ડોઝ લીધા નથી અને સંભવિત રીતે ત્રીજી લહેર આવે તો આવા લોકોને મહાનગરપાલિકાના ક્વોટા મા ફ્રી માં સારવાર આપવામાં આવશે નહિ.

રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસ માં વધારો થઈ રહ્યો છે તો રાજ્યમાં કોરોનાવાયરસ ના નવા સ્વરૂપના ત્રણ કેસ પણ નોંધાઈ ચૂક્યા છે. આ ત્રણેય દર્દીઓ જામનગરના છે તો બીજી તરફ હવે રાજ્યમાં પણ કોરોના ના કેસ 50 થી વધુ આવી રહ્યા છે

તેથી સરકાર દ્વારા લોકોને કોરોના ની માર્ગદર્શિકા નું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.મહત્વનું છે કે સુરતમાં વેક્સિનેશન ને વેગ આપવા માટે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં વેક્સિન લેનાર વ્યક્તિને એક લિટર તેલનું પાઉચ પણ આપવામાં આવી રહ્યું છે.

છતાં પણ કેટલાક લોકો વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યા છે.કોરોનાવાયરસ ના સતત સામે આવી રહેલા નવા કેસો ખાસ કરીને નવા સ્વરૂપ ના ખતરનાક વલણને ધ્યાનમાં રાખીને દુનિયાભરમાં બુસ્ટર ડોઝ ની માંગ ઝડપથી વધી રહી છે

અને ભારતમાં પણ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવાની જોરદાર માંગ છે. આરોગ્ય મંત્રાલય સ્પષ્ટતા કરી છે કે બંને ડોઝ લેનારાઓએ નવ મહિના સુધી ત્રીજો ડોઝ લેવાની જરૂર નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!