કૃષિ કાયદાની વાપસી અને અન્ય માગણીઓ પર કેન્દ્ર ની સંમતિ બાદ આખરે હવે ખેડૂતોની ઘર વાપસી થઈ છે.380 દિવસથી દિલ્હીની અલગ-અલગ સરહદો પર પડાવ નાખીને બેઠેલા ખેડૂતો હવે ધીરે-ધીરે પોતાના ઘર તરફ જવા લાગ્યા છે
અને આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે હવે સંયુક્ત મોરચા નિ ભાવી રણનિતી શું હશે? શું રાકેશ હજુ પણ જુદા જુદા રાજ્યોમાં જઇને ભાજપ સરકારનો વિરોધ કરશે?આ અંગે ખુદ ભારતીય ખેડૂત નેતા રાકેશ ટીકૈત જણાવ્યું કે, જો સરકાર ખેડૂતોની માંગણી પુરી નહી કરે તો અમે પરત આંદોલન કરીશું.
ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીને લઈને તેમને કહ્યું કે, ટૂંક સમયમાં સમર્થકોને મારા નિર્ણય વિશે જણાવિશ.હું યુપીના વિવિધ ભાગોમાં જઈશ અને મને કોઈ નહી રોકી શકે.ટીકૈત જણાવ્યું કે, ખેડૂતો હવે જવા લાગ્યા છે અને આજથી જ ખેડૂતો ની વિદાય શરૂ થઈ ગઈ છે.
લોકો પોતાના ઘરે જવા લાગ્યા છે. સમસ્યાનું સમાધાન પણ થઇ ગયું છે.આથી એક ખુશી છે.આ જ એક દૃષ્ટિએ અમારી વિજયયાત્રા છે.ટીકૈત કહ્યુ કે,15 ડિસેમ્બર સુધીમાં સામાન હટાવી લેવામાં આવશે.
જોકે તેને દૂર કરવા માટે ત્રણ થી ચાર દિવસ લાગશે. રવિવાર સુધીમાં સ્ટેજ હટાવી આપવામાં આવશે. ગાજીપુર એક તરફનો રસ્તો 12 ડિસેમ્બર ખુલ્લો મુકવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!