મધ્યપ્રદેશની બનેલી અકસ્માતની ઘટનાની સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્યપ્રદેશના છિંદવાડામાં બની હતી. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આવી રહેલી એક બેકાબૂ કારે પોલીસકર્મીઓને અડફેટમાં લીધો હતો.
પોલીસકર્મીઓને ટક્કર લગાવ્યા બાદ કાર એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. મળતી માહિતી અનુસાર પોલીસકર્મીઓ માંથી એક ASI અને એક કોન્સ્ટેબલ છે. હાલમાં બંને ની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે, કાર કેટલી ઝડપે પોલીસ કર્મીઓને અડફેટેમાં લઈને દુકાનમાં ઘૂસી જાય છે.
બેકાબૂ કાર : એક બેકાબૂ કારે પોલીસકર્મીને લીધો અડફેટેમાં – અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ pic.twitter.com/XNFv3FINDo
— GUJJU ROCKZ (@gujju_rockz) February 9, 2022
મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ મોડી રાત્રે બની હતી. એક યુવક પોતાની UP 16 BY 6632 નંબરની કાર લઈને લગ્નમાંથી પરત ફરી રહ્યો હતો. ત્યારે ચાર રસ્તા પર જે પોસ્ટ પર એક તેનાત જવાને કાર રોકવાનો ઈશારો કર્યો હતો.
ત્યારે કાર ચાલક કાર પર કંટ્રોલ ગુમાવે છે અને બેકાબૂ એક દુકાનમાં ઘૂસી આવી દે છે. આ ઘટનામાં કારચાલકે પોલીસ કર્મીઓને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં કોન્સ્ટેબલ હસમુખ સૂર્યવંશી અને ASI કિશોરકુમાર ઈજાગ્રસ્ત થયા છે.
ત્યારબાદ બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઘટના બન્યા બાદ કારચાલક ની ઘટના સ્થળે ધરપકડ કરી લેવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment