રામ રાખે તેને કોણ ચાખે : નડિયાદ-કપડવંજ રોડ પર 50 મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ, 15 ફૂટના ખાડામાં ખાબકી….

Published on: 11:42 am, Wed, 9 February 22

ખેડા જિલ્લાના નડિયાદ-કપડવંજ રોડ પર બનેલી એ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આજરોજ વહેલી સવારે બની હતી. અહીં પસાર થઈ રહેલી એક બસ 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે બસની અંદર 50 જેટલા મુસાફરો સવાર હતા. આ તમામનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી અનુસાર ત્રણ મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે.

જ્યારે એક મુસાફર બસની અંદર ગંભીર રીતે ફસાઈ ગયો હતો. ઘટના બનતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત ચાર જેટલી એમ્બ્યુલન્સ તથા નડિયાદ, મહુધા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

નડિયાદ કપડવંજ રોડ પર વીણા પાસે આજરોજ વહેલી સવાર GJ 05 BV 5300 નંબરની બસ અચાનક રોડની સાઈડમાં આવેલ 15 ફૂટ ખાડામાં ખાબકી હતી. આ ઘટના લગભગ ચાર વાગ્યાની આસપાસ બની હતી.

બનાવ બન્યો ત્યારે બસની અંદર 50 જેટલા મુસાફરો સવાર હતા આ ઘટનામાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર આ બસ રાજસ્થાન થી સુરત જઈ રહી હતી. ઘટના બની ત્યારે ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઉપરાંત બસમાં સવાર મુસાફરો ડરી ગયા હતા. પરંતુ આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રામ રાખે તેને કોણ ચાખે : નડિયાદ-કપડવંજ રોડ પર 50 મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ, 15 ફૂટના ખાડામાં ખાબકી…."

Leave a comment

Your email address will not be published.


*