મીઠાથી ભરેલું ટ્રેલર અચાનક ખાઈ ગયું પલટી, ટ્રેલરમાં અચાનક આગ લાગી ઉઠી – ટ્રેલર ચાલકનો આબાદ બચાવ…

Published on: 10:19 am, Wed, 9 February 22

નખત્રાણા તાલુકાના ટોડીયા ફાટક નજીક મંગળવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હાજીપુરા બાજુથી મીઠું ભરીને ટોડીયા તરફ જઈ રહેલું એક ટ્રેલર અચાનક પલટી ખાઇ ગયું હતું. આ ઘટનામાં ટ્રેલરમાં અચાનક આગ લાગી ઉઠી હતી.

ઘટના બન્યા બાદ ટ્રેલરચાલક યોગ્ય સમયે ટ્રેલર માંથી બહાર આવી ગયો હતો. તેથી તેનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બન્યા બાદ ટ્રેલરચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

ટ્રેલરમાં આગ લાગવાને કારણે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ટ્રેલર માં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક લોકોનું કહેવું છે કે, પૂરપાટ ઝડપે જઇ રહેલું ટ્રેલર અચાનક કાબુની બહાર થઈ જતા ટ્રેલર પલટી ખાઈ ગયું હતું.

ટ્રેલર પલટી ખાઈ ગયા બાદ અચાનક જ તેમાં થોડીક વાર પછી આગ લાગી ઉઠી હતી. ઘટનાના પગલે ટ્રેલરચાલક તાત્કાલિક ટ્રેલર માંથી બહાર નીકળી ગયું હતું.

ટ્રેલરમાં લાગેલી આગે ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મળતી માહિતી અનુસાર આસપાસ કોઈપણ ફાયર સુવિધા ન હોવાના કારણ ટ્રેલર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગયું હતું. આ અકસ્માતમાં ભારે નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મીઠાથી ભરેલું ટ્રેલર અચાનક ખાઈ ગયું પલટી, ટ્રેલરમાં અચાનક આગ લાગી ઉઠી – ટ્રેલર ચાલકનો આબાદ બચાવ…"

Leave a comment

Your email address will not be published.


*