કાકાનો તોલો રંગાઈ ગયો…! ઝરણામાં નાહવા જતા કાકા સાથે અચાનક બન્યું એવું કે, વીડિયો જોઈ ખડખડાટ હસી પડશે…

Published on: 4:45 pm, Mon, 18 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોયા હશે ઘણા વિડીયો જોઈને તમે ખડખડાટ હસી પડ્યા હશો અથવા તો ઘણા વીડિયો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ ગયા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમે પોતાની હસી નહીં રોકી શકો.

વાયરલ થયેલા વીડિયોમાં એક કાકા ઝરણામાં નાહવાનો આનંદ માણવા જતા હતા, ત્યારે બન્યું એવું કે તમે પણ હસી પડશો. ચોમાસાની સીઝન શરૂ થાય એટલે લોકો કુદરતી નજારો જોવા માટે અલગ અલગ જગ્યાએ જતા હોય છે. ચોમાસામાં અનેક ધોધ વહેતા થઈ જાય છે.

વહેતા ધોધનો સુંદર નજારો જોઈને ઘણા લોકો પોતાની જાતને ધોધની નજીક જતા રોકી શકતા નથી. ત્યારે એક કાકા સાથે પણ એવું જ થાય છે. એક કાકા ધોધનું વહેતું પાણી જોઈને પોતાની જાતને રોકી નથી શકતા અને ધોધના પાણીમાં નહાવા માટે ચાલ્યા જાય છે.

તેથી કાકા ધોધ સુધી પહોંચવા માટે પથ્થરોનું સહારો લઈને ધોધ પાસે પહોંચવાનો પ્રયાસ કરે છે. પરંતુ કાકાને ખબર ન હતી કે આપ પથ્થર ખૂબ જ લપસણા છે. જ્યારે કાકા ધોધ ની નજીક પહોંચે છે ત્યારે તેઓ પથ્થર પર લપસી જાય છે. જેમાં કાકાના માથાના ભાગે ઇજા પહોંચી હતી. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા.

વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર @failarmyએ પોતાના ઓફિશિયલ પેજમાં પોસ્ટ કર્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 16 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.

 

View this post on Instagram

 

A post shared by FailArmy (@failarmy)

આ ઉપરાંત 32,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થઇ રહેલો વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે અથવા તો ઘણા લોકો આ કાકા ની ચિંતા કરી રહ્યા છે. વીડિયો જોઈ ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કાકાનો તોલો રંગાઈ ગયો…! ઝરણામાં નાહવા જતા કાકા સાથે અચાનક બન્યું એવું કે, વીડિયો જોઈ ખડખડાટ હસી પડશે…"

Leave a comment

Your email address will not be published.


*