મિત્રો આપણે સોશિયલ મળ્યા પણ દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. ઘણા એવા કિસ્સાઓ હોય છે, જે સમાજમાં માનવતાની મહેક ફેલાવતા હોય છે. ત્યારે હાલમાં તેવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવી રહ્યો છે.
અમદાવાદમાં રહેતા એક પરિવારની ત્રણ મહિલાઓએ કેન્સર પીડિત મહિલાઓ માટે પોતાના અતિ પ્રિય વાળનું દાન કરીને સમાજમાં માનવતા ફેલાવવાનું કાર્ય કર્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે, મૂળ ભાવનાગરના વતની એવા વર્ષાબેન સંજયભાઈ દવે નામની મહિલાએ કેન્સર પીડિત મહિલાઓ માટે પોતાના વાળનું દાન કર્યું હતું.
વર્ષાબેન ની સાથે તેમની 11 વર્ષની દીકરી અને તેમની માતાએ પણ વાળનું દાન કર્યું છે. હાલમાં આ ત્રણેય મહિલાઓની સોશિયલ મીડિયા પર ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે. લોકો તેમના આ કાર્યના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે, કેન્સર પીડીત દર્દીઓની ભારે દવાના કારણે તેમના વાળ જતા રહેતા હોય છે.
પછી તેમને વાળની જરૂર હોય ત્યારે માર્કેટમાં રિયલ હેરની ખૂબ જ મોંઘી કિંમત હોય છે અને તે દરેક લોકો આ વાળ લઈ શકતા નથી. આવા દર્દીઓનો પ્રોબ્લેમ સમજીને વર્ષાબેન તેમની માતા અને દીકરીએ વાળનું દાન કરવાનું વિચાર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment