રાજકોટ નજીક કારમાં જઈ રહેલા બે મિત્રોને નડ્યો અકસ્માત, બંનેના ઘટના સ્થળે મૃત્યુ, 3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો..!

Published on: 9:53 am, Sun, 11 September 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટના કુવાડવા રોડ પર મોડી રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં મોડી રાત્રે પુર પર ઝડપે આવતા ટ્રકે કારને ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા બે યુવકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ અને 108 ની ટીમને કરવામાં આવી હતી. અકસ્માતની ઘટના બની આબાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃત્યુ પામેલા બંને યુવાનો મિત્ર હતા અને એક યુવાનના તો હજુ દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.

મળતી માહિતી અનુસાર મોડી રાત્રે કુવાડવા રોડ પર આવેલા ભગીરથ પેટ્રોલ પંપ પાસે પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકે કારને જોરદાર ટક્કર લગાવી હતી. આ ટક્કર એટલે જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 21 વર્ષીય મિતેશ વિનોદભાઈ સરપદડીયા અને 24 વર્ષીય ભગવાન દગડુભાઈ સોનું ને ગંભીર ઈજા પહોંચી હતી.

આ કારણોસર બંનેના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટનાના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકજામ ક્લિયર કરાવ્યો હતો. બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા બંનેના પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ગંભીર અકસ્માતના કારણે બે હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે. મૃત્યુ પામેલો મિતેશ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો અને તે પરિવારને આર્થિક રીતે મદદ પણ કરતો હતો. તેના પિતા પાન મસાલાની ફેરી કરે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને મિત્રો પાંચ વર્ષથી સાથે રહેતા હતા. એક જ સાથે અકસ્માતમાં એક જ દિવસે બંનેના મૃત્યુ થતાં પરિવારજનો સહિત સ્થાનિક લોકોમાં પણ માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટ નજીક કારમાં જઈ રહેલા બે મિત્રોને નડ્યો અકસ્માત, બંનેના ઘટના સ્થળે મૃત્યુ, 3 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો..!"

Leave a comment

Your email address will not be published.


*