બાઈક લઈને હરિદ્વાર જઈ રહેલા બે મિત્રોને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, એક યુવકનું કરુણ મૃત્યુ, એક યુવક ઇજાગ્રસ્ત…

Published on: 10:15 am, Tue, 19 July 22

મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આજે બની રહે તો ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના સવારે 2.45 કલાકની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર બે મિત્રો બાઈક પર દિલ્હી થી હરિદ્વાર જવા માટે નીકળ્યા હતા.

ત્યારે રસ્તામાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે તેમની બાઈક વાહન સાથે અથડાઈ હતી. આ ઘટનામાં એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, સોમવારના રોજ રાત્રે 22 વર્ષીય ચેતનકુમાર અને તેની કોલોનીમાં રહેતો તેનો મિત્ર 20 વર્ષીય પ્રિન્સૂ સાથે હરિદ્વાર જવાની વાત કરી હતી.

ત્યારબાદ બંને મિત્રો લગભગ 10.50 વાગ્યાની આસપાસ બાઈક પર દિલ્હીથી હરિદ્વાર જવા માટે નીકળ્યા હતા. તેઓ મંગળવારના રોજ સવારે 2.45 વાગ્યાની આસપાસ દિલ્હી-મેરઠ હાઇવે પર કાદરાબાદ નજીક પહોંચ્યા ત્યારે તેઓ આગળ જતા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તેમની સાથે અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર ઓવરટેક કરતી વખતે બાઈક વાહન સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર યુવક લગભગ ઉછળીને 10 ફૂટ દૂર પડ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ઈજાગ્રસ્ત થયેલા બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ચેતનકુમારને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા પ્રિન્સૂ ની હાલત ગંભીર છે. ચેતનના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક લઈને હરિદ્વાર જઈ રહેલા બે મિત્રોને રસ્તામાં નડ્યો ગંભીર અકસ્માત, એક યુવકનું કરુણ મૃત્યુ, એક યુવક ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*