બાઈક પર જઈ રહેલા બે મિત્રોને કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી, બંનેનું એક સાથે કરુણ મોત… માતા-પિતાનું હૈયાફાટ રુદન…

Published on: 12:14 pm, Wed, 23 August 23

સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સોમવારના રોજ રાત્રિના સમયે બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભાવનગરના એક યુવાનનું મોત થયું છે. મૃત્યુ પામેલા યુવાનનું નામ હર્ષ હતો. ભાવનગરના વતની હર્ષને ગુરુગ્રામમાં સોમવારના રોજ રાત્રિના સમયે એક કાર્ય જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે હર્ષનું મોત થયું હતું, હર્ષના મોતના સમાચાર મળતા જ તેના પરિવારના સભ્યો અને સિંધી સમાજ અને હર્ષના મિત્ર મંડળમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે કારની ટક્કર લાગતા જ બાઈક પર સવાર બંને યુવાનો ઓવરબ્રિજ પરથી નીચે પડ્યા હતા. આ કારણોસર બંને યુવકોનું કરુણ મોત થયું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગુરુગ્રામ દિલ્હી એનસીઆર વિસ્તારમાં સોમવારના રોજ રાત્રે લગભગ 12:00 વાગ્યાની આસપાસ હર્ષ નામનો યુવક તેના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવતી એક ઝડપી કાર્ય હર્ષની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર હર્ષ અને તેનો મિત્ર ઓવરબ્રિજ પરથી નીચે પડ્યા હતા.

આ કારણોસર બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને બંનેનું ઘટના સ્થળે દર્દનાક મોત થયું હતું. ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા, ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. હર્ષના મોતના સમાચાર મળતા જ ભાવનગરમાં રહેતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

હર્ષના પિતા કમલેશભાઈ મૂળ ઉનાના વતની છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં રૂવાપરી વિસ્તારમાં ખોડીયાર ફૂડ પ્રોડક્ટ એન ખોડીયાર બેકરી ચલાવે છે. હર્ષને બે ભાઈઓ છે જેમાંથી એકનું નામ યસ અને બીજાનું નામ સુમિત છે. હર્ષના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને પરિવારના સભ્યો તાત્કાલિક દિલ્હી જવા માટે રવાના થઈ ગયા હતા. મૃત્યુ પામેલા હર્ષની ઉંમર માત્ર 23 વર્ષની છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર જઈ રહેલા બે મિત્રોને કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી, બંનેનું એક સાથે કરુણ મોત… માતા-પિતાનું હૈયાફાટ રુદન…"

Leave a comment

Your email address will not be published.


*