બે બાળકો નદીના જોરદાર પ્રવાહમાં ફસાયા, બાળકોના પિતાએ જીવ જોખમમાં નાખીને બંને બાળકોને બચાવ્યા – જુઓ વિડિયો

Published on: 11:04 am, Fri, 1 July 22

મિત્રો આ દુનિયામાં માં-બાપથી મોટું કોઈ નથી. માં-બાપ પોતાના બાળકો માટે દુનિયાની મોટામાં મોટી મુશ્કેલીનો પણ સામનો કરી નાખે છે. જ્યારે બાળકો પર કોઈ આપત્તિ આવે છે ત્યારે માં-બાપ પોતાનું જીવ પણ જોખમમાં નાખીને બાળકોને બચાવી લે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક પિતા પોતાના જીવનની પરવા કર્યા વગર પોતાના બાળકોને નદીના જોરદાર પ્રવાહમાં તણાતા બચાવી લે છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોનું સ્વાસ્થ્ય થઈ ગયો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે એક પિતા નદીના જોરદાર પ્રવાહમાં ફસાયેલા પોતાના બંને બાળકોને બચાવીને બહાર લાવે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, નદીના જોરદાર પ્રવાહ વચ્ચે એક પિતા પોતાના બે બાળકોને પકડીને ઊભા છે.

પિતા પોતાના બંને બાળકોને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. એક ક્ષણે તો એવું લાગે છે કે, પાણીના જોરદાર પ્રવાહમાં પિતા અને બંને બાળકો તણાઈ જશે. પરંતુ પિતા પોતાના બંને બાળકોને મૂકતા નથી અને પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પોતાના બંને બાળકોને નદીમાંથી બહાર કાઢે છે.

કિનારે ઉભા રહેલા એક વ્યક્તિએ આ દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ટ્વીટરમાં Mahesh નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.

વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો બંને બાળકોના પિતાની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકો ઘરે રહ્યા છે કે બંને બાળકો ખૂબ જ લકી છે કે તેમને આવા પિતા મળ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બે બાળકો નદીના જોરદાર પ્રવાહમાં ફસાયા, બાળકોના પિતાએ જીવ જોખમમાં નાખીને બંને બાળકોને બચાવ્યા – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*