હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જીવતી મહિલાના શરીરના ટુકડા કરીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ નીલમ છે. આ મહિલાનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના જ ગામમાં રહેતા શકીલ નામના વ્યક્તિએ પોતાના ભાઈ સાથે મળીને લીધો હતો.
શકીલે અને તેના ભાઈએ મળીને સૌપ્રથમ નીલમના હાથ કાન અને સ્તન શરીરથી અલગ કરી નાખ્યા હતા. ત્યારબાદ આરોપીઓ નીલમનો પગ શરીરથી અલગ કરવા જઈ રહ્યા હતા, ત્યારે કોઈક ત્યાં આવે છે તેઓ અવાજ તેમને સંભળાતા બંને ત્યાંથી ભાગી ગયા હતા. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટનાની જાણ થયા બાદ ઇજાગ્રસ્ત થયેલી નીલમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું. સમગ્ર ઘટના બની આબાદ આ ઘટનાના મુખ્ય આરોપી શકીલ અને તેના ભાઈને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટના બિહારના ભાગલપુર જિલ્લામાંથી શનિવારના રોજ સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને મહિલાના દીકરાએ વાત કરતા જણાવ્યું કે, તે પોતાની માતા સાથે સાયકલ પર માર્કેટ ગયો હતો. ઘરે પરત ફરતી વખતે તે પોતાની માતાને સિંધિયા પુલથી થોડીક દૂર છોડી દે છે.
પછી માતા ચાલીને ઘરે જવા માટે નીકળી હતી. ત્યારે આરોપી શકીલ અને તેના ભાઈએ મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે આરોપીઓ નીલમનો જીવ લઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક નીલમની ચીસોનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ તે વ્યક્તિએ આ ઘટનાની જાણ નીલમના પતિને કરી હતી.
આ ઘટનાની જાણ નિલમના પતિએ પોતાના દીકરાને કરી હતી. ત્યારબાદ દીકરો તાત્કાલિક માતા પાસે પહોંચ્યો ત્યારે માતા ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી. પુત્ર એ જણાવ્યું કે શકિલ અને તેના ભાઈ સાથે મળીને ધારદાર વસ્તુ વડે તેની માતાનો જીવ લઈ લીધો છે.
નીલમનો પતિ અશોક યાદવ કરિયાણાની દુકાને ચલાવે છે અને આ દુકાન પર નીલમ બેસ્તી હતી. ત્યારે શકીલ અવારનવાર દુકાન પર વગર કામ ન આવતો હતો. એક દિવસ નીલમ શકીલને કહે છે કે તારું ચારિત્ર ખરાબ છે માટે હવે દુકાને નહીં આવતો. ત્યારબાદ શકિલ દુકાને આવતો બંધ થઈ ગયો હતો. પરંતુ મારી પત્નીએ કીધેલી વાત તેને યાદ રાખી હતી.
એટલું જ નહીં પરંતુ મૃત્યુ પામેલા મહિલાના પરિવાર અને આરોપીના પરિવાર વચ્ચે પૈસાની લેવડ-દેવડ ને લઈને પણ વિવાદો ચાલી રહ્યા હતા. મહિલાએ આરોપી પાસેથી કેટલા રૂપિયા ઉછીના લીધા હતા. પૈસા પરત કરવાની બાબતે એક મહિના પહેલા બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો. જેને લઈને આરોપીઓએ શનિવારના રોજ ધારદાર વસ્તુ વડે નીલમનો જીવ લઈ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment