ઓસ્ટ્રેલિયાની ભૂરીને થઈ ગયો ભારતીય યુવક સાથે પ્રેમ, બંનેએ લગ્ન કરી લીધા અને ભારતમાં રહીને કરે છે ખેતી કામ…જુઓ વિડિયો…

Published on: 5:03 pm, Mon, 5 December 22

મિત્રો આપણા દેશની સંસ્કૃતિ માત્ર ભારત પૂરતી જ સીમિત નથી પરંતુ વિદેશમાં પણ આપણી સંસ્કૃતિની બોલબાલા જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિને અને ભારતની સુંદરતાને જોવા માટે ઘણા લોકો વિદેશમાંથી ભારતમાં ફરવા માટે આવતા હોય છે. તેઓ ભારતમાં આવીને ભારતીય સંસ્કૃતિ જોઈને ખૂબ જ આનંદ અનુભવતા હોય છે.

વિદેશથી આવતા અમુક લોકોને ભારતીય લોકો અને આપણો દેશ એટલો પસંદ આવે છે કે તે હંમેશા અહીં રહેવાનું પસંદ કરતા હોય છે. આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશું. આપણે અમુક વખત એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં વિદેશમાં રહેતી યુવતી ભારતના યુવકના પ્રેમમાં પડી જતી હોય છે.

ત્યારે આજે આપણે એવા જ એક કિસ્સા વિશે વાત કરવાના છીએ. જેમાં ઓસ્ટ્રેલિયાની એક ભૂરીને હરિયાણામાં રહેતા યુવક સાથે પ્રેમ થઈ જાય છે. ત્યારબાદ બંને લગ્ન પણ કરી લે છે. હાલમાં ઓસ્ટ્રેલિયાની ભૂરી અને હરિયાણાના યુવકનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર ઓસ્ટ્રેલિયામાં રહેતી કર્ટ નામની યુવતીએ હરિયાણામાં રહેતા લવલીન નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ બંને ભારતમાં રહીને પોતાનું જીવન વિતાવી રહ્યા છે. ત્યારે હાલમાં બંને ખેતરમાં ગયા હોય તેનો એક વિડિયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઓસ્ટ્રેલિયાને યુવતી માથા પર ઘાસનું મોટું પોટલું ઉપાડતી જોવા મળી રહે છે.

ઘાસ નો પોટલો ઉપાડવા માટે તેનો પતિ તેને મદદ કરતો જોવા મળી રહ્યો છે. કર્ટને આપણા દેશનું સૌંદર્ય એટલું ગમી ગયું કે તેને પોતાનો દેશ છોડી દીધો અને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પહેરવેશમાં ખેતરમાં કામ કરવા લાગી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેને ભારતીય પહેરવેશ પહેરેલો છે.

 

View this post on Instagram

 

A post shared by Loveleen Vats (@loveleenvats)

વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર loveleenvats નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઓસ્ટ્રેલિયાની ભૂરીને થઈ ગયો ભારતીય યુવક સાથે પ્રેમ, બંનેએ લગ્ન કરી લીધા અને ભારતમાં રહીને કરે છે ખેતી કામ…જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*