મહિલાઓ આવા લોકોથી ચેતી જજો..! સરનામું પૂછવાના બહાને ઘરમાં ઘૂસેલા યુવકે મહિલા સાથે કંઈક એવું કર્યું કે…જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…

Published on: 5:21 pm, Mon, 5 December 22

દેશમાં દિવસેને દિવસે મહિલાઓ સાથે થતી ચોરી અને લૂંટની ઘટનાઓ વધી ગઈ છે. ખાસ કરીને ચેન સ્ક્રેચિંગની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે અને તમે સોશિયલ મીડિયા પર ઘણા ચેન સ્ક્રેચિંગના સીસીટીવી ફૂટેજ પણ જોતા હશો. ત્યારે હાલમાં દરેક મહિલાઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.

આ ઘટનામાં ઘરમાં છોડને પાણી આપતી મહિલા સાથે કંઈક એવું બન્યું કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં ઘરમાં છોડને પાણી આપતી મહિલાના ગળામાંથી એક યુવક સોનાનો ચેઈન તોડીને ભાગી જાય છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના રવિવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ આગ્રામાં બની હતી. અહીં આવેલા વકીલ કોલોની વિસ્તારમાં રીટા નામની મહિલા સવારે પોતાના ઘરમાં વંડામાં ઉગાડેલા છોડવાઓને પાણી આપી રહી હતી. ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો.

આ દરમિયાન એક યુવક સરનામું પૂછવાના બહાને ઘરની અંદર પ્રવેશ કરે છે. આ દરમિયાન રીટા ડરી જાય છે અને તે યુવકને કહે છે કે મને સરનામું ખબર નથી. ત્યારે રીટા ઘરની અંદર ઘૂસેલા યુવકના ઇરાદા સમજી જાય છે. તે માટે તે તેને ઘરની બહાર જવા માટેનું કહે છે.

પરંતુ ઘરમાં ઘૂસેલો યુવક ઘરની બહાર નીકળે તે પહેલા તે મહિલાના ગળામાંથી સોનાનો ચેન તોડીને ત્યાંથી ભાગી જાય છે. ઘરની બહાર તેનો સાથી બાઈક લઈને ઉભો હોય છે બંને બાઈક પર સવાર થઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ એ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ દરેક મહિલાઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહિલાઓ આવા લોકોથી ચેતી જજો..! સરનામું પૂછવાના બહાને ઘરમાં ઘૂસેલા યુવકે મહિલા સાથે કંઈક એવું કર્યું કે…જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*