હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ એક યુવકની ચર્ચાઓ ચાલી રહી છે. આ યુવકે ફિટનેસને ધ્યાનમાં રાખીને એક એવી અનોખી સાયકલ બનાવી છે કે જોઈને તમે પણ ચોકી ઉઠશો. રાજકોટના ગુલાબ રાઠોડ નામના યુવાને પોતાની ભાઇની પસંદગીને ધ્યાનમાં રાખીને હાલી ડેવિટેશન બાઈક જેવી અનોખી લાંબી સાયકલ બનાવી છે.
આ સાઇકલ બનાવવા માટે યુવકને બે મહિનાનો સમય લાગ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે આ યુવકે સાયકલ બનાવવા 19,000 રૂપિયા ખર્ચી નાખ્યા છે. ગુલાબ રાઠોડ અને તેના ભાઈ શ્યામ રાઠોડ નામના બંને ભાઈઓએ મળીને આ સાયકલ બનાવી છે.
જેના કારણે સાયકલ નું નામ બ્રધર સાયકલ રાખવામાં આવ્યું છે. હાલમાં તો આ અનોખી સાયકલ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચર્ચાનો વિષય બની ગઈ છે. શ્યામ રાઠોડને હાલી ડેવિડસન બાઈકનો ખુબ જ શોખ છે.
પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે તેનો આ શોખ પૂરો થઈ શકે તેમ ન હતા. ત્યાર પછી તો શ્યામ રાઠોડ તેના મોટાભાઈને હાલી ડેવિડસન જેવી ડિઝાઇન વાળી સાયકલ બનાવવાનું કહ્યું હતું. ત્યારબાદ બંને ભાઈઓ સાથે મળીને આ સાયકલ બનાવવાનું શરૂ કરી દીધું હતું.
બંનેને આ સાયકલ બનાવવા માટે બે મહિના જેટલો સમય લાગ્યો હતો. મિત્રો આ સાયકલને ફિટનેસ ને ધ્યાનમાં બનાવીને બનાવવામાં આવી છે. સામાન્ય સાયકલ કરતા આ સાયકલ ખૂબ જ અલગ છે. આ સાઇકલ ચલાવવાથી તમારી ગેલેરી વધુ બર્ન થાય છે અને થાક ઓછો લાગે છે. જેનાથી તમે લાંબા સમય સુધી સાયકલ ચલાવી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment