સુરતમાં બહેનની નજર સામે ટ્રક ચાલકે ભાઈને કચડી નાખ્યો, ભાઈનું ઘટના સ્થળે મૃત્યુ…ચૌહાણ પરિવારમાં માતમ છવાઈ ગયું…

Published on: 6:41 pm, Tue, 20 September 22

ગુજરાતમાં હીટ એન્ડ રનની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સુરતમાં બનેલી એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના ઓએનજીસી બ્રિજ પાસે આવેલ એસ.કે નગર ચોકડી ખાતે એક ટ્રક ચાલકે બાઈક સવાર ભાઈ બહેનને ખચડી નાખ્યા હતા. આ ઘટનામાં બહેનની નજર સામે ભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

બહેનને પણ ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર માટે તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ ડુમ્મસ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં 49 વર્ષીય જીતેન્દ્રકુમાર ચૌહાણ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સુરતના વેશુ ખાતે આવેલ સુમન સાગર આવાસમાં રહેતા જીતેન્દ્ર ચૌહાણ પોતાની બહેન હંસાબહેન સાથે બાઈક ઉપર નોકરી પર જતા હતા.

ત્યારે ઓએનજીસી બ્રિજ પાસે આવેલી એસ.કે નગર ચોકડીથી હજીરા જતા રોડ તરફ તેઓ જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં જીતેન્દ્રભાઈના શરીર ઉપરથી ટ્રક પસાર થઈ ગયો હતો. જ્યારે તેમના બહેન ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા તેથી તેમના માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચે હતી.

જીતેન્દ્રભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ કારણસર તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે જીતેન્દ્રભાઈના બહેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળતા ડુમસ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ડુમસ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીતેન્દ્રભાઈ ના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં બહેનની નજર સામે ટ્રક ચાલકે ભાઈને કચડી નાખ્યો, ભાઈનું ઘટના સ્થળે મૃત્યુ…ચૌહાણ પરિવારમાં માતમ છવાઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*