બે ગેસ ટેન્કર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ત્રિપલ અકસ્માત, 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ, 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

Published on: 3:30 pm, Fri, 3 December 21

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે બાડમેર તાલુકાની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં તાપરા પર કાલુરી ગામ વચ્ચે બે ગેસ ટેન્કર અને ટ્રેક વચ્ચે કરતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ડ્રાઈવર નું મૃત્યુ થયું હતું જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત સર્જાયા બાદ ગેસ ટેન્કરમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત મેગા હાઈવે પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં જોધપુર IOC ગેસ ટર્મિનલની પણ એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ મોડી રાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર બાલોત્રા થી સિંધરી જઈ રહેલા ટ્રક અને બે ગેસ ટેન્કર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર ઓવરટેક કરતી વખતે બે ગેસ ટેન્કર વચ્ચે રેતી ભરેલો ટ્રક અથડાઈ ગયું હતું. જેના કારણે ઘટના સ્થળે એક ગેસ ટેન્કર પલટી ખાઈ ગયું હતું. અને આ ટેન્કરમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક નો આગળ નો ભાગ અલગ થઈ ગયો હતો. અને અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

આસપાસના લોકો દ્વારા બે ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરીને આગળની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત ચેતવણી ના ભાગરૂપે ફાયર બ્રિગેડને પણ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે ગેસ ટેન્કર અને ટ્રક વચ્ચે ટક્કર થતા સર્જાયો ત્રિપલ અકસ્માત, 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ, 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*