Gondal: ગુજરાત રાજ્યમાં હાલમાં તો ભુક્કા બોલાવતી ગરમી પડી રહે છે. આવી ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદી, તળાવ અને દરિયા કિનારે નાહવા માટે જતા હોય છે. ત્યારે તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં પાણીમાં નાહવાની મોજ અમુક વખત મોતની સજા બની જતી હોય છે.
ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના ગોંડલના વાસાવડ ગામમાંથી સામે આવી રહી છે. અહીં ગઈકાલે નદીમાં નાહવા પડેલા મામા ફઈના બે ભાઈઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે આજ રોજ સવારે બંને ભાઈઓના મૃતદેહ મળી આવ્યા હતા.
દીકરાઓનું મૃતદેહ મળી આવતા જ પરિવારે હૈયાફાટ રૂદન કર્યું હતું. વિગતવાર વાત કરે તો ગોંડલ તાલુકાના વાસાવડમાં વાસાવડી નદીમાં આવેલી કુંભારી પાટના ઊંડા પાણીમાં ગઈકાલે બે પિતરાઈ ભાઈઓ નાહવા માટે પડ્યા હતા. આ દરમિયાન ઊંડા પાણીમાં બંને પિતરાઈ ભાઈઓ ડૂબી ગયા હતા.
પાણીમાં ડૂબી જવાના કારણે યાસીન મજીદભાઈ બાવનકાનુ અને મોહિની રજાકભાઈ કારવાનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર મોહીન વાસાવડ તેમના મામાના ઘરે આવ્યો હતો, પરંતુ મામાના ઘરનું આ વેકેશન તેના જીવનનું અંતિમ વેકેશન બની ગયું છે.
મૃતક બંને ભાઈઓ હતા. જેમાં મોહિની પરિવારનો એકનો એક દીકરો હતો. ગઈકાલે સાંજના સમયે બંને ભાઈઓ ઘરેથી કહ્યા વગર નદીમાં નાહવા માટે ગયા હતા. મોદી સાંજ થઈ ગઈ છતાં પણ બંને પરત ન આવ્યા એટલે પરિવારના લોકોએ બંનેની શોધખોળ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન સવારના સમયે બંનેના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા. દીકરાઓના મૃતદેહ નદીમાંથી મળી આવતા જ પરિવાર ઉપર દુઃખનો પાવર તૂટી પડ્યો છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment