ઓ..હો..હો..! આવો ટાંટિયા ધ્રુજાવી દેનારો અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય… કાચા-પોચા હૃદય વાળા તો આ વિડીયો જોતા જ નહીં…

Published on: 6:27 pm, Mon, 22 May 23

Viral video of terrible accident: સોશિયલ મીડિયા પર તમે ઘણી વખત અકસ્માતની ઘટનાઓના વિડીયો જોતા હશો. અમુક વખત એવી ગંભીર અકસ્માતની ઘટનાના વિડીયો સામે આવતા હોય છે, જે જોઈને આપણા પણ રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી ટ્રક ચાલકની બેદરકારીને કારણે એવો ગંભીર અકસ્માત સર્જાયો કે નજરે જોનાર લોકોની તો ચીસો નીકળી ગઈ હતી. આ અકસ્માતની ઘટના બસમાં બેઠેલા એક મુસાફરે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઝડપી ટ્રક રોડની એક બાજુથી બીજી બાજુ આવી જાય છે.

આ દરમિયાન ટ્રક ડિવાઇડર ઉપર ચડી જાય છે. ટ્રક એટલી ઝડપમાં હતો કે આગળ જતી કારને જોરદાર ટક્કર લાગે છે અને ડિવાઇડર ઉપરની લોખંડની જાળી ઉપર ચડી જાય છે. ત્યાર પછી ટ્રક તો પલટી ખાતા ખાતા રહી ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે.

અકસ્માતની ઘટના ક્યાની અને ક્યારની છે તેવી કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ કે નહીં તેની પણ કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ આ રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે. જ્યારે ઘણા લોકોને આ તો વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઝડપે જતો ટ્રક અચાનક જ બેકાબુ બની ગયો હતો.

જેના કારણે ટ્રક રોડની એક બાજુમાંથી બીજી બાજુ ચાલ્યો ગયો હતો અને ત્યાં એક કારને ટક્કર લગાવ્યા બાદ ટ્રક લોખંડની જાળી ઉપર ચડી ગયું હતું. જાણે રમકડું ન હોય તેમ ટ્રક લોખંડની જાળીઓને ઉડાડતો હતો. ત્યાર પછી ટ્રક ચાલક બ્રેક લગાવી દે છે જેના કારણે ટ્રક રસ્તા વચ્ચે ઉભો રહી ગયો હતો. ત્યાર પછી આ ઘટનામાં શું બન્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઓ..હો..હો..! આવો ટાંટિયા ધ્રુજાવી દેનારો અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય… કાચા-પોચા હૃદય વાળા તો આ વિડીયો જોતા જ નહીં…"

Leave a comment

Your email address will not be published.


*