વાહનોની પીયુસી સર્ટીફિકેટ ના દરમાં સતત વધારો કરવામાં આવ્યો છે. ટુ વ્હીલરના દરમિયાન રૂપિયા 10 એટલે કે 50 ટકાનો વધારો કરી રૂપિયા 20 ને બદલે રૂપિયા 30 કરવામાં આવ્યા છે. જયારે થી વ્હીલર વાહનોના દરમાં રૂપિયા 35 નો એટલે કે 140 ટકાનો વધારો ઝીંકીને રૂપિયા 25 ના રૂપિયા 60 કરવામાં આવ્યા છે.તેમજ ફોર વ્હીલરના દરમાં રૂપિયા 30 ને એટલે કે 60 ટકાનો વધારો કરીને રૂપિયા 50 ના બદલે રૂપિયા 80 કર્યા છે. આ ઉપરાંત મીડીયમ અને હેવી વ્હિકલ PUC ના દરમાં ₹40 નો એટલે કે 70 ટકાનો વધારો કરી ₹60 ના ₹100 કરવામાં આવ્યા છે.
પીયુસી ન હોય તેવા વાહનો સામે મોટર વાહન અધિનિયમ ની કલમ 190(2) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે.જેનો દર રૂપિયા 1000 પ્રથમવારના ગુના માટે અને ત્યારબાદ રૂપિયા 2000 નિયમ તોડવા ના પ્રત્યેક બનાવડીથ ભરવાના રહેશે.
પ્રદૂષણની માત્રા ચકાસણી કોમ્પ્યુટરાઈઝડ સુવિધા અને puc ઘણા પેટ્રોલ પંપ વર્કશોપ ઉપરથી મળી શકે છે. આ અધીકૃત પોલ્યુશન ચેકિંગ સેન્ટર ગુજરાતમાં સમગ્ર સ્થાને આવેલા છે. હાલમાં 410 પેટ્રોલ સીએનજી થી ચાલતા વાહનો માટે અને ડીઝલ વાહનો માટે 231 કેન્દ્રો કાર્યરત છે. આ કેન્દ્ર તો વાહનો ઉત્સર્જન નિયમોનું પાલન કરતા હોય તો puc આપે છે. જો વાહનો નિયમ ભંગ કરતા હોય તો વાહનોની જરૂરી મરામત કરાવવાની જરૂરિયાત રહે છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટ નો અમલ કરાવવા સમયે હેલ્મેટ, HSRP નંબર પ્લેટ અને PUC ફરજિયાત કરવામાં આવ્યા હતા. તે વખતે PUC કઢાવવા માટે PUC કેન્દ્રો પર લાંબી લાંબી કતારો જોવા મળી હતી. રાજ્યમાં PUC કઢાવવા માટે તારો લાગે ત્યારે મોટાભાગના વાહનચાલકોને PUC એક્સ્પાયર થઇ ગઇ હતી.જેને પગલે વાહન વ્યવહાર કમિશનર રાજ્યમાં 15000 પીયુસી સેન્ટર શરૂ કરવા માટે આરટીઓ કચેરીમાં અરજી મંગાવી હતી.
Be the first to comment