મહત્વના સમાચાર: પેટા ચૂંટણીને લઈને વિશેષ ગાઈડલાઈન જાહેર, ઉમેદવારી નોંધાવવા ઉમેદવારને કરવું પડશે આ કાર્ય

234

ચૂંટણી પંચે કોરોના સમયે ચૂંટણી કરાવવા અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. નવી ગાઈડલાઈન અનુસાર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને થર્મલ સ્કેનર જેવી ચીજો ચૂંટણી સમયે જરૂરી રહેશે. તે સિવાય ચૂંટણી પંચે ઓનલાઇન નોમિનેશન ફોરમની સુવિધા પણ આપી છે. એના દ્વારા ઉમેદવારો ઓનલાઇન પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.

સામાન્ય ગાઈડલાઈન

ચૂંટણી સાથે જોડાયેલી કોઇપણ પ્રક્રિયા વખતે માસ્ક પહેરવું જરૂરી રહેશે.

ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા રૂમ હોલ અથવા કોઈપણ એરિયાના ગેટ પર થર્મલ સ્કેનર ,સેનીટાઇઝર,સાબુ અને પાણી રાખવું પડશે.

સરકારી નિર્દેશો પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું જરૂરી રહેશે.

ચૂંટણી અધિકારીઓ, સુરક્ષામાં લાગેલા લોકોના ટ્રાન્સપોર્ટેશન માટે કોરોના ગાઈડલાઈન અનુસરવી જરૂરી અને સંખ્યાઓમાં વાહનો રાખવા પડશે

EVM/વિવિપેટ

પહેલા અને બીજા EVM સાથે સંકળાયેલા દરેક કામ મોટા હોલમાં કરવું જોઈએ.

સેનીટાઇઝરજરૂરી માત્રામાં હાજર રહેશે.

EVM કામગીરી કરી રહેલા દરેક અધિકારીઓને હાથમાં મોજા પહેરવા પડશે.