ઓનલાઇન અભ્યાસ કરતી વખતે ભાઈ બહેન વચ્ચે ઝઘડો થતાં, ભાઈ એ ભર્યુ આ ભયંકર પગલું

Published on: 4:18 pm, Fri, 21 August 20

દેશમાં કોરોનાવાયરસ ના કારણે શાળા કોલેજો બંધ છે. બાળકોના ભણતર પર કોઇ ખરાબ અસર ન થાય તે માટે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. બાળકો ઘરે રહીને મોબાઈલ ફોન અથવા ટેબ્લેટથી ઓનલાઇન અભ્યાસ કરે છે.ગુજરાતમાં ઓનલાઇન અભ્યાસ દરમિયાન ભાઈ-બહેનનો ટેબલેટ ને લઈને ઝઘડો થતાં ભાઈએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અઘટિત ઘટના ભુજ શહેરની છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ, પ્રમુખસ્વામી નગરમાં રહેતા મહેન્દ્રસિંહ જાડેજા નો 15 વર્ષનો પુત્ર મનન દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. કોરોના મહામારી ને કારણે શાળા બંધ હોવાથી ઓનલાઇન અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે. મનન ની મોટીબેન પણ 11માં ધોરણમાં અભ્યાસ કરે છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મનન અને તેની મોટી બહેન વચ્ચે ઓનલાઇન અભ્યાસ દરમિયાન ટેબલેટ માટે ઝઘડો થયો હતો. જે પછી મને તેના રૂમમાં ગયો હતો. ગુરુવારે બપોરે તેને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. પરિવારજનો દરવાજો તોડીને ઓરડામાં પહોંચ્યા અને મનન ને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં હજાર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.

Be the first to comment on "ઓનલાઇન અભ્યાસ કરતી વખતે ભાઈ બહેન વચ્ચે ઝઘડો થતાં, ભાઈ એ ભર્યુ આ ભયંકર પગલું"

Leave a comment

Your email address will not be published.


*