દાહોદમાં તળાવમાં ડૂબી જવાના કારણે બે માસૂમ દીકરીઓના કરૂણ મૃત્યુ – એક જ ગામની બે દીકરીઓના મૃત્યુ થતાં આખું ગામ હિબકે ચડ્યું…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી નદી, તળાવ, કેનાલ અને દરિયામાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામેલા લોકોની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે દાહોદમાં બનેલી એક કરૂણ ઘટના સામે આવી છે. આ ઘટનામાં દાહોદના ખરોદા ગામે પશુઓ ધરાવતી ત્રણ બાળકીઓ ગામમાં આવેલા તળાવમાં ડૂબી ગઈ હતી.

આ ઘટનામાં 2 બાળકોઓના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે એક બાળકીને બચાવી લેવામાં આવી છે. એક જ ગામની બે દીકરીઓના મૃત્યુ થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર સાંજના સમયે ગામમાં આવેલ આ તળાવ તરફ પાંચ બાળકો પશુઓ ચલાવતા હતા. તેઓ તળાવમાં પશુઓને પાણી પીવડાવી રહ્યા હતા.

આ દરમિયાન પાંચ બાળકો પૈકી ત્રણ બાળકીઓ તળાવમાં ઊંડા પાણીમાં ડુબવા લાગી હતી. જેમાંથી એક બાળકીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે બાળકીઓના ઉંડા પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયા હતા. આ દર્દનાક ઘટના 13 તારીખ ના રોજ સાંજના ચાર વાગ્યાની આસપાસ બની હતી.

આ ઘટનામાં 9 વર્ષીય પ્રિયાંશી અને 11 વર્ષે પ્રીતિનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર પ્રિયાંશી, પ્રીતિ અને મિરઝાનો પગ લપસતાં ત્રણેય તળાવના ઉંડા પાણીમાં પડી ગઈ હતી. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે બૂમાબૂમ થઈ ગઈ હતી. તેથી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

સ્થાનિક તરવૈયાઓએ તળાવ માંથી મિરઝાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી હતી. પરંતુ તેઓ પ્રિયાંશી અને પ્રીતિને બચાવી શક્યા નહીં. મળતી માહિતી અનુસાર ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે બન્ને દીકરીઓના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એક જ સાથે એક ગામની દિકરીઓના મૃત્યુ થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃત્યુ પામેલી બન્ને દીકરીઓના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*