સુરતમાં એક વ્યક્તિ ટેરેસ પરથી નીચે પડ્યા, પત્નીએ પતિનો જીવ લીધો હોવાનો આક્ષેપ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

Published on: 11:25 am, Wed, 15 June 22

સુરત શહેરના જાગીરપુરા વિસ્તારમાં ગત 20 મેના રોજ જાનકી રેસિડેન્સીમાં રહેતા ચંદ્રશેખર બગડી નામના વ્યક્તિ પોતાના ઘરની બાલ્કનીમાંથી નીચે પડી ગયા હતા. આ કારણોસર તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. આ સમગ્ર ઘટના બની ત્યારે ભારે અફરાતફરી મચી ગઇ હતી.

સમગ્ર ઘટનાને લઇને મૃતક ચંદ્રશેખરના પરિવારના લોકોનો આક્ષેપ હતો કે, ચંદ્રશેખરનો જીવ તેની પત્નીએ લીધો છે. મળતી માહિતી અનુસાર ચંદ્રશેખર બગડી પોતાના ફ્લેટના બીજા માળેથી નીચે પડ્યા હતા. આ સમગ્ર ઘટના ફ્લેટમાં નીચે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટના બન્યા બાદ જહાંગીરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઇને મૃતક ચંદ્રશેખરના પરિવારજનોનો આક્ષેપ છે કે, ચંદ્રશેખરની પત્નીએ ચંદ્રશેખરને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધા હતા.

આ સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોએ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા એક મોટો ખુલાસો થયો છે. જ્યારે ચંદ્રશેખર બીજા માળેથી નીચે પડ્યા ત્યારે તેમના ગળાના ભાગે એક દુપટ્ટો બાંધ્યો હતો. તે દુપટ્ટો ચંદ્રશેખર ભાઈની પત્ની ભારતીબેને હટાવી લીધો હતો.

સમગ્ર ઘટનાને લઇને મૃતકના પરિવારજનો નું કેવું છે કે, જહાંગીરપુરા પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને ઊંડી તપાસ કરે. ચંદ્રશેખર બાગડીએ જાતે જ પોતાનું જીવન ટુંકાવ્યું છે. આકસ્મિક રીતે તેઓ નીચે પડી ગયા છે કે પછી તેમનું જીવ લેવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પોલીસ તપાસ બાદ ચંદ્રશેખર બાગડીનું મૃત્યુ કયા કારણોસર થયું તેનું સાચું કારણ જાણી શકાશે. પરિવારજનોનું કહેવું છે કે, ભારતીબહેને તેના પ્રેમી સાથે મળીને સૌપ્રથમ પોતાના પતિનો જીવ લઇ લીધો અને ત્યારબાદ તેને ટેરેસ પરથી નીચે ફેંકી દીધા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં એક વ્યક્તિ ટેરેસ પરથી નીચે પડ્યા, પત્નીએ પતિનો જીવ લીધો હોવાનો આક્ષેપ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*